મોરબીમાં દારૂ સાથે મહિલા સહિત ચાર પકડાયા

21 October 2021 12:50 PM
Morbi Crime
  • મોરબીમાં દારૂ સાથે  મહિલા સહિત ચાર પકડાયા

રાતાવીરડા ગામના તળાવ પાસેથી ભઠ્ઠી પકડાઇ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા. 21
મોરબી પંથકમાં ભારે મોટી માત્રામાં દેશી-વિદેશી દારૂનું વેચાણ થતું હોય છે તે દરમિયાનમાં "સેમ્પલ કેસ" ની જેમ સમયાંતરે પોલીસ દ્વારા આરોપીઓ પકડાતા હોય તેવો ઘાટ જોવા મળે છે.દરમિયાનમાં ગઈકાલે જુદીજુદી ચાર જગ્યાઓએ કરવામાં આવેલી રેડમાં એક મહિલા સહિત ચારની દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટાફે લખધીરપુર ગામની સીમમાં એન્ટીક સિરામીક નજીકથી નીકળેલા ફિરોજ ગુલાબ કુરેશી જાતે સીપાઈ (43) રહે.સોઓરડી વરીયાનગર શેરી નં.4 મોરબી-2 વાળાને અટકાવીને

તેની તલાસી લેતાં તેના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવતાં રૂા.375 ની કિંમતના દારૂ સાથે ફિરોજ કુરેશીની ધરપકડ કરવામાં આવી હતી. તે રીતે જ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકની હદમાં આવેલ લાતી પ્લોટ શેરી નંબર-2 માંથી નીકળેલા જુનૈદ તૈયબ ચાનીયા જાતે સંધી (25) રહે.કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે મોરબી વાળાને અટકાવવામાં આવ્યો હતો અને તેની તલાસી લેવામાં આવતા તેની પાસેથી પણ વિદેશી દારૂની એક બોટલ મળી આવતા રૂા.300 ની કિંમતનો દારૂ ગણીને જુનૈદ ચાનીયાની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓએ આ વિદેશી દારૂની બોટલ ક્યાંથી મેળવી..? તે દિશામાં પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ભઠ્ઠી પકડાઇ
વાંકાનેરના વીરપર-રાતાવીરડા રોડ દેવકીનંદન કારખાના પાછળ રાતાવીરડા ગામના તળાવ પાસે આવેલા ખરાબાની જગ્યામાં દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી 100 લીટર દેશીદારૂ તથા દેશીદારૂ બનાવવાનો ગરમ આથો 100 લીટર અને ઠંડો આથો 600 લીટર આમ કુલ મળીને રૂા.6,060 નો મુદામાલ મળી આવ્યો હતો અને સાથે માવજીભાઇ સામતભાઇ ડાંગરોચા જાતે કોળી (ઉ.27) રહે.વીરપર વાળો મળી આવતા તેની અટક કરીને આગળની કાર્યવાહી કરેલ છે. જયારે માળીયા(મિં.) ની સાકરીયા સીમમા નદીના કાંઠે બાવળની કાંટમાથી દેશીદારૂ બનાવવાના 400 લિટર આથા સાથે પોલીસે જેનાબેન અકબરભાઇ હુશેનભાઇ મોવર મીંયાણા (ઉ.45) રહે.માળીયા ત્રણ રસ્તા, સંઘના પેટ્રોલપંપની બાજુમાં વાળીની ધરપકડ કરેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement