ચોટીલાના ચોબારી ગામની સીમમાં ગાળો બોલવા બાબતે યુવાન પર પાઇપ, કુહાડીથી હુમલો

21 October 2021 01:03 PM
Surendaranagar
  • ચોટીલાના ચોબારી ગામની સીમમાં ગાળો  બોલવા બાબતે યુવાન પર પાઇપ, કુહાડીથી હુમલો

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.21
ચોટીલા તાલુકાના ચોબારી ગામની સીમમાં ગાળો બોલવા બાબતે થયેલી તકરારમાં ચાર શખ્સોએ ગામના જ યુવાન ઉપર પાઈપ કુહાડીથી હુમલો કરીને ઈજા કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવી છે પોલીસે એટ્રોસીટી સહિતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ છે.

ચોબારી ગામની સીમમાં આવેલા ભરતભાઈ દિનેશભાઈ સોલંકીની વાડી પાસે ગામનો જ સંજય ભાયાભાઈ મકવાણા ગાળો બોલતો હતો તેથી ભરતભાઈએ તેને ટપારતા બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુ:ખ રાખીને ગઈકાલે રાત્રે ભરતભાઈ મોગલમાતાના મંદિરેથી પોતાની વાડીએ જવા મહિદડના કાચા રસ્તે પગપાળા જતા હતા

ત્યારે બે બાઈક ઉપર સંજય મકવાણા ઉપરાંત મહેશ લાલાભાઈ મકવાણા, વલ્લભ ખીમાભાઈ મકવાણા, તથા દેવકુ ખીમાભાઈ મકવાણાએ તેમને આંતરીને પાઈપ કુહાડીથી હુમલો કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો ભરતભાઈને માથામાં અને હાથ ઉપર ઈજા સાથે સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા આ અંગે ભરતભાઈએ નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી સહિતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે.


Loading...
Advertisement
Advertisement