વઢવાણના રાજપર ગામના તળાવમાં 20 હજારથી વધુ માછલાનાં મોત!

21 October 2021 01:07 PM
Surendaranagar
  • વઢવાણના રાજપર ગામના તળાવમાં 20 હજારથી વધુ માછલાનાં મોત!
  • વઢવાણના રાજપર ગામના તળાવમાં 20 હજારથી વધુ માછલાનાં મોત!
  • વઢવાણના રાજપર ગામના તળાવમાં 20 હજારથી વધુ માછલાનાં મોત!

એક રાત્રી 20 હજાર માછલાંના મોત નિપજતા ગ્રામજનોમાં રોષ : માછલાનાં મૃતદેહો તણાઈ અને તળાવના કાંઠે આવ્યા : ગામમાં દુર્ગંધના કારણે રોગચાળો ફેલાયો : તળાવનું પાણી ખાલી કરી નવું ભરવા ગ્રામજનોએ માંગણી કરી

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.21
સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકામાં સારા વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તળાવમાં નવા પાણીની આવક થઇ છે અને હાલ છલોછલ પાણીથી ભરાઇ ચૂક્યા છે તેવા સંજોગોમાં જિલ્લાના અનેક તળાવો છેલ્લા અનેક વર્ષોથી સાફ સફાઈ ન કર્યા હોય જેને લઇને આ તળાવના પાણી ગંદા બની જવા પામ્યા છે અને જે નું ટીડીએસ પણ વધારે આવી રહ્યું છે.

આવા તળાવો માં રહેલું પાણી હવે વાપરવા લાયક ન રહ્યું હોવાનું પણ આરોગ્ય તંત્ર અને પાણી પુરવઠાની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના રાજપર ગામમાં આવેલું તળાવ પણ છેલ્લા અનેક વર્ષોથી સાફ સફાઇના અભાવે પાણી ગંદુ બની જવા પામ્યો છે અને કેમિકલ યુક્ત બની જવા પામ્યું છે.જેને લઈને અવાર-નવાર રાજપર ગામમાં આવેલા તળાવમાં જળસંચય પ્રાણીઓના મોત નિપજ્યા છે.

ત્યારે એક જ રાત્રિમાં સુરેન્દ્રનગર જિલ્લાના રાજપર ગામમાં આવેલા તળાવમાં 20,000થી વધુ માછલીઓના મોત નિપજવા પામ્યું છે.જેને લઈને ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે બીજી તરફ રાજપર ગામમાં રાત્રી દરમિયાન માછલા ના મોત થતાં તળાવ આખું મરેલા માછલા થી ભરાઈ ચૂક્યો છે. જેને લઇને જીવ દયા પ્રેમીઓ અને રાજપર ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

તેવા સંજોગોમાં એક જ રાત્રિમાં 20,000 જેટલા માછલાઓ ના મૃતદેહ તળાવ માં તરતા નજરે પડ્યા છે અને અમુક માછલાં આ મૃતદેહો નદી કાંઠે આવી અને દુર્ગંધ ફેલાવી રહ્યા છે જેને લઇને ગ્રામજનોમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે આ મામલે તાત્કાલિકપણે સુરેન્દ્રનગર વિકાસ અધિકારી તેમજ સરપંચ અને તલાટી નો સંપર્ક સાધી અને પાણીના નમૂના લેવામાં આવે અને યોગ્યતા પૂર્વક કરી લેબ ટેસ્ટિંગ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે.

સતત બીજા વર્ષે પણ 20 હજારથી વધુ માછલાના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના રાજપર ગામની સીમમાં આવેલા તળાવમાં એક જ રાત્રિમાં 20,000થી વધુ માછલીઓના મોત નીપજ્યા છે તેને લઈને ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે સતત બીજા વર્ષે પણ ગામમાં આવેલા તળાવમાં માછલા અને જળ સંચય પ્રાણીઓના મોત નિપજતા ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે અનેક વખત લેબ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હોવા છતાં પણ કોઈ જાતના રિપોર્ટ આપવામાં ન આવતા ગ્રામજનો આ પાણી ઉપયોગમાં લઇ રહ્યા છે તેવા સંજોગોમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તળાવમાં રહેલા પાણી નું ટીડીએસ લેવલ કોઈપણ જાતનું યોગ્યતા પૂર્વક નથી તેને લઈને આ ગામનું તળાવ નું પાણી વાપરવું યોગ્ય નથી.

પીવા તથા ઘર વપરાશના કામમાં ગ્રામજનો આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે
રાજપર ગામ ના સરપંચ નો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે રાજપર ગામમાં આવેલા તળાવમાં પાણી વાપરવા યોગ્ય નથી પરંતુ તે છતાં પણ ગામમાં યોગ્ય પાણી વિતરણની વ્યવસ્થા ન હોય અને ગામ સુધી હજુ નર્મદાના પાણી પહોંચ્યા ન હોવાના કારણે અને પાઇપલાઇનના અભાવના કારણે સમગ્ર ગ્રામજનો પીવા તથા ઘર વપરાશના કામોમાં આ પાણી ઉપયોગમાં લઇ રહ્યા છે જેને લઇને 67% ગ્રામજનોને ચામડીના રોગો છે ત્યારે આ મામલે ઘણી વખત રજૂઆત કરી છે તે છતાં પણ તંત્ર કોઇ યોગ્ય ન્યાય કરતું નથી અને ગામ સુધી પીવાના પાણીની પાઈપલાઈન કરતું નથી આગામી દિવસોમાં આ મામલે જો તંત્ર નહીં વિચારે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

માછલાના મૃતદેહો તણાઈ અને તળાવના કાંઠે આવ્યા : દુર્ગંધથી ગામમાં રોગચાળો ફેલાયો
સુરેન્દ્રનગર જિલ્લાના રાજપર ગામની સીમમાં આવેલા તળાવમાં 20,000થી વધુ માછલીઓના મોત નીપજ્યા છે ત્યારે આ તળાવ ખાસ કરી રાજપર ગામની વચ્ચોવચ આવેલું છે તેવા સંજોગોમાં 20,000થી વધુ માછલીઓના મોત નિપજતા માછલાઓ ના મૃતદેહો નદીકાંઠે આવ્યા છે અને મૃતદેહો દુર્ગંધ ફેલાતા હોવાથી ગામમાં રોગચાળો વ્યાપી જવા પામ્યો છે ગામમાં રહેવું પણ હવે ગ્રામજનો માટે કઠિન બન્યો છે તેવા સંજોગોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ગામમાં આવેલું છે ત્યાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં હાલમાં આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ ભરાઇ જવા પામ્યું છે.

તળાવનું પાણી ખાલી કરી અને નર્મદાની કેનાલ મારફતે નવું પાણી ભરવા ગ્રામજનોની માંગણી
સુરેન્દ્રનગર જિલ્લાના રાજપર ગામમાં આવેલા તળાવમાંથી ગ્રામજનો અને પશુપાલકો દ્વારા આ પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ લેબ ટેસ્ટિંગ દરમિયાન આ પાણી વાપરવા યોગ્ય ન હોવાનું આરોગ્ય તંત્રે જણાવ્યું છે તે છતાં પણ કોઈ પણ જાતની પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે અને વિકલ્પી વ્યવસ્થા પણ ન હોવાના કારણે ગ્રામજનો આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે તેવા સંજોગોમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ વપરાશમાં આવી શકે નહીં તેવું પણ તળાવ માંથી ખાલી કરી અને નર્મદાની કેનાલમાં પડે નવું ભરવામાં આવે તેવી માંગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.


Loading...
Advertisement
Advertisement