સુરેન્દ્રનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા 5758 ખેડૂતોનું રજિસ્ટ્રેશન

21 October 2021 01:09 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા 5758 ખેડૂતોનું રજિસ્ટ્રેશન

લાભપાંચમથી મગફળીની ખરીદી શરૂ થશે : જિલ્લામાં સોથી વધુ ધ્રાંગધ્રામાં 2822, મુળીમાં 1638 અને સૌથી ઓછા થાનગઢમાં 8, લખતરમાં 11 અને લીંબડીમાં 97 ખેડૂતોએ નોંધણી કરાવી

વઢવાણ, તા.21
રાજ્ય સરકાર દ્વારા લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવનાર છે. જેનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યુ છે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાના 5758 જેટલા ખેડુતોએ ટેકાના ભાવે મગફળી વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યુક હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા લાભપાંચમના દિવસથી ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મકાઈ,ડાંગર, વિગેરેની ખરીદી કરવાની જાહેરાત કરી છે જેના માટે હાલ ખેડુતોની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે

જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વી.સી.ઈ દ્વારા અને તાલુકા સ્તરે એ.પી.એમ.સી દ્વારા નોંધણી થઈ રહી છે જિલ્લામાં મગફળી વેચવા ઈચ્છતા ખેડુતોમાંથી અત્યાર સુધીમાં 5758 ખેડુતોએ નોંધણી કરાવેલ હોવાનુ જાણવા મળેલું છે જેમાં સૌથી વધુ ધ્રાંગધ્રા તાલુકાનાં 2822 ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે સૌથી ઓછુ થાનગઢ તાલુકાનાં 8 ખેડુતોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. ચુડા તાલુકાના 272, ચોટીલા તાલુકાના 263, મુળી તાલુકાના 1638 જેટલા ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે લીંબડી તાલુકાના 97, વઢવાણ તાલુકાના 305 અને સાયલા તાલુકાનાં 342 ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં સુરેન્દ્રનગર જીલ્લામા અંદાજે 50700 હેકટરમાં મગફળીનુ વાવેતર થયુ છે

તાલુકા વાર ખેડુતોની થયેલી નોંધણી
ચુડા-272, મુળી-1638, ચોટીલા-263, લખતર-11, થાનગઢ-08, લીંબડી-97, દસાડા-0, વઢવાણ-305, ધ્રાંગધ્રા-2822, સાયલા-342.

જિલ્લામાં 1.01 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ
ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં અંદાજે 19 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયેલું છે. જોકે વાવેતરની સામે જિલ્લામાં 1.01 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ સેવાઇ રહ્યો છે. મગફળીનું વિપુલ ઉત્પાદનથી આગામી દિવસોમા સીંગતેલના ભાવ ઘટવાની આશા અને શકયતા જોવા મળી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 50

હજાર કરતા વધુ હેકટરમાં મગફળીનુ વાવેતર થયેલ છે.
ચોમાસાએ હવે વિધીવત રીતે વિદાય લીધી છે. સુરેન્દ્રનગર જીલ્લાના ખેડુતોએ સારા ચોમાસાને ધ્યાનમાં રાખી વિવિધ ખરીફ પાકોનું જે વાવેતર કર્યુ હતું તેમાં કપાસ પછી સૌથી વધુ વાવેતર મગફળીનું કર્યુ હતુ. ઝાલાવાડના ખેડુતોએ આશરે 50,700 (50668 હેકટર) હેકટરમાં મગફળી વાવી હતી એજ રીતે સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાઓના ખેડુતોએ પણ મગફળીનું નોંધપાત્ર વાવેતર કરતા આ વર્ષે મગફળીનુ વિપુલ ઉત્પાદન થશે તેમ મનાય છે. સુરેન્દ્રનગર જિલ્લા સહીત સૌરાષ્ટ્રના ખેડુતોએ ચાલુ વર્ષે લગભગ 19 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર કરતા સુરેનદ્રનગર જીલ્લામાં અંદાજે 2000 કિલો (1.01 લાખ ટન) સહીત ગુજરાત ભરમાંથી 33.44 લાખ ટન મગફળી નુ ઉતપાદન થશે તથી આગામી દિવસોમાં સીંગતેલના ભાવ ઘટવાની શકયતા છે.


Loading...
Advertisement
Advertisement