સુરેન્દ્રનગર : સફાઈ કામદારોમા આનંદો

21 October 2021 01:11 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર : સફાઈ કામદારોમા આનંદો
  • સુરેન્દ્રનગર : સફાઈ કામદારોમા આનંદો

સફાઈ કામદારોને રૂ.95,64,575 ચુકવાશે : દિવાળી સુધરી

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાને કાયમી/નિવૃત સફાઈ કામદારોને છઠ્ઠા/સાતમા પગાર ધોરણ મુજબ એરિયર્સની રકમ તેમજ સરકારના પરિપત્ર મુજબ કાયમી સફાઈ કામદારોના પગાર બીલ બનાવી તારીખ:25-10-2021 ઓકટોબર-2021 માસના પગાર ભથ્થા વહેલી ચુકવણી કરવામાં આવે તેમજ કોન્ટ્રાક્ટ બેઈઝના સફાઈ કામદારોને બે માસના પગાર કરવા ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડીયા,જીવાભાઈ પરમાર,ભીખાભાઈ પાટડીયા એ રજૂઆત કરતા નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે દિવાળીના તહેવાર તારીખ:04/11/2021ના રોજ હોઈ કર્મચારીઓ આનંદ અને ઉત્સાહ પૂર્વક આ તહેવાર ઉજવી શકે તે માટે છઠ્ઠા/સાતમા પગાર ધોરણ મુજબ રૂ.95,64,575ની રકમ ચુકવવાનો નિર્ણય કરતા તેમજ વહેલી તકે પગાર કરવાનો નિર્ણય કરાતા સફાઈ કામદારોમા આનંદની લાગણી ફેલાઈ છે.


Loading...
Advertisement
Advertisement