લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માતમાં ચારને ઇજા

21 October 2021 01:19 PM
Surendaranagar
  • લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માતમાં ચારને ઇજા

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.21
લીંબડી-અમદાવાદ હાઇવે પર આજે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અને બે કાર વચ્ચે દેવપરાના પાટિયા નજીક સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત બની હતી. છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લના લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માત થવાના કિસ્સા વધ્યા છે.

આજે બુધવારે લીંબડીના દેવપરાના પાટિયા નજીક એક ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટ્રીપલ અકસ્માતમાં ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત બની હતી. બનાવમાં કોઇ જાનહાની થઇ નહતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડીની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અકસ્માતના બનાવની જાણ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને અકસ્માતથી પલ્ટી ખાઇ ગયેલી કારમાંથી લોકોને સલામત રીતે બહાર કાઢ્યાં હતા. દેવપરાના પાટિયા પાસે સર્જાયેલા આ ટ્રીપલ અકસ્માતના કારણે લીંબડી-અમદાવાદ હાઇવે પર થોડા સમય માટે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે, બનાવની જાણ થતાં બનાવ સ્થળે પહોંચેલી પોલીસે અને સ્થાનિક લોકોએ ગણતરીના સમયમાં આ ટ્રાફિકજામ ક્લિયર કરાવ્યો હતો.


Loading...
Advertisement
Advertisement