ધ્રાંગધ્રાના સોલડી ગામે જાહેરમાં જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લેવાયા

21 October 2021 01:23 PM
Surendaranagar
  • ધ્રાંગધ્રાના સોલડી ગામે જાહેરમાં જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લેવાયા

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.21
એમ.ડી.ચૌધરીએ એલ.સી.બી. ટીમને પ્રોહી/જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપતા એલ.સી.બી. ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી ચોકકસ બાતમી મેળવેલ કે જયંતિભાઇ બાબુભાઇ ભડાણીયા સોલડી ગામે, પ્લોટ વિસ્તાર તા ધ્રાંગધ્રા વાળાના રહેણાંક મકાન પાસે ખુલ્લામાં જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી ગંજીપાના વતી તીનપતિનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્રારા તાત્કાલીક બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીઓ (1) જયંતિભાઇ બાબુભાઇ ભડાણીયા ઉવ.38 રહે સોલડી તા.ધ્રાંગધ્રા (2) ઉમેશભાઇ ભીખાભાઇ સોલંકી ઉવ.32 રહે ધ્રાંગધ્રા, આબેડકરહોલ પાછળ તા.ધ્રાંગધ્રા (3) મોસીનભાઇ ઉંમરભાઇ કુરેશી ઉવ.28 રહે.ધ્રાંગધ્રા, ખારી શેરી તા.ધ્રાંગધ્રા (4) હસુભાઇ ટભાભાઇ નગવાડીયા ઉવ.40 રહે.ધ્રાંગધ્રા, વાલબાઇની જગ્યા તા.ધ્રાંગધ્રા (5) સુરેશભાઇ માવજીભાઇ ચૌહાણ ઉવ.48 રહે.ધ્રાંગધ્રા, નરશીપરા તા.ધ્રાંગધ્રા (6) ઇન્દ્રીશસા ઇમામશા દીવાન ઉવ.35 રહે ધ્રાંગધ્રા, કબ્રસ્તાન પાસે તા.ધ્રાંગધ્રા (7) જયંતિભાઇ ચુનીલાલ વરછડા ઉવ.40 રહે.સોલડી તા.ધ્રાંગધ્રા (8) વિનોદભાઇ જીવાભાઇ બાવળીયા ઉવ.40 રહે.સોલડી તા.ધ્રાંગધ્રા (9) તાહીરભાઇ હબીબભાઇ બેલીમ ઉવ.31 રહે ધ્રાંગધ્રા, જડેશ્વરપુલ નીચે તા.ધ્રાંગધ્રા વાળો જાહેરમાં ગંજીપાના વતી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂા.23,300/- તથા મોબાઇલ ફોન નંગ-5 કી રૂ.16,000/- તથા ગંજીપાના મળી કુલ રૂમ.39,300/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

વર્લી મટકા
એલ.સી.બી. ટીમ દ્રારા ચોટીલા પો.સ્ટે. વિસતારમાં પેટ્રોલીંગ હાથધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે હીરેનભાઇ રાજેશભાઇ દરજી રહે.શાસ્ત્રીનગર ચોટીલાવાળો ખાંડી બજારમાં આવેલ પોતાની શ્રી હરી સીલેક્શન નામની દુકાન પાસે જાહેરમાં પોતાના મોબાઇલ ફોનમાં વરર્લી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્રારા તાત્કાલીક બાતમી વાળી જગ્યા છાપો મારતા આરોપી હીરેનભાઇ રાજેશભાઇ મકાણી ઉવ 28 રહે ચોટીલા, ગરબીચોક, શાસ્ત્રીનગર તા.ચોટીલા વાળો જાહેરમાં માં ગે.કા. વર્લી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂા.10,350/- તથા વર્લીના આંકડા લખેલ ચીઠ્ઠી નંગ-2 કિ.રૂા.00/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂા.3000/- મળી કુલ રૂમ.13,350/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડેલ તેમજ મજકુર ઇસમની પુછપરછ કરતા પોતે આરોપી નં. 2 જયવીરભાઇ રહે ચોટીલા વાળાને મોબાઇલ ફોન નંબર-6359063952 વાળા પાસે વર્લીના વલણની કપાત કરાવતો હોવાની કબુલાત આપતા તમામ મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.


Loading...
Advertisement
Advertisement