વઢવાણ : સુરેન્દ્રનગરની મીઠાઇ-ફરસાણની દુકાનો પર ઝાલાવાડ ફુડ એન્ડ ડ્રગ્સ ખાતાના ધામા

21 October 2021 01:29 PM
Surendaranagar
  • વઢવાણ : સુરેન્દ્રનગરની મીઠાઇ-ફરસાણની દુકાનો પર ઝાલાવાડ ફુડ એન્ડ ડ્રગ્સ ખાતાના ધામા

1202 જેટલા સેમ્પલો લેવાયા : ગેરરીતિ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે

વઢવાણ, તા.21
ઝાલાવાડમાં જિલ્લાનું ફુડ એન્ડ ડ્રગ્ઝ ખાતું તહેવારો ટાણે ખાદ્યપદાર્થોમાં ગેરરીતીઓ અટકાવવા સક્રિય બન્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લાની મિઠાઈ ફરસાણની વિવિધ દુકાનો એથી 102 જેટલા સર્વેલન્સ સેમ્પલો લઈને લેબમાં પૃથ્થમકરણ માટે મોકલવામાં આવેલા હોવાનું જાણવા મળે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારો ટાણે મિઠાઈ ફરસાણમાં વ્યાપક ગેરરિતી આચરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરીને મિઠાઈ - ફરસાણની વિવિધ દુકાનોએથી ચોળાફળી, મિઠાઈ, ફરસાણ, જલેબી, ફાફડાના અંદાજે 102 જેટલા સેમ્પલો લઈને લેબ પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલા હોવાનું જાણવા મળે છે.

આ સર્વેલન્સ સેમ્પલો યોગ્ય છે કે નહી તેનો રીપોર્ટ તહેવારો પછી એટલે કે, લોકોએ મિઠાઈ - ફરસાણ આરોગી લીધા પછી આવશે તેમ પણ જાણવા મળે છે. ફુડ એન્ડ ડ્રગ્ઝ ખાતાના સુત્રો જણાવે છે કે, જે સેમ્પલોમાં ગેરરીતી માલુમ પડશે તે વેપારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ફરસાણ તળવા માટે એક વાર વપરાયેલા તેલનો બીજીવાર ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ ફરમાવેલ છે. આમ છતાં કેટલાય વેપારીઓ ફરસાણ તળવામાં એકને એક તેલનો વારંવાર ઉપયોગ કરતા હોવાની ફરીયાદો ઉઠે છે. આ અંગે પણ ચેકીંગ હાથ ધરવામાં આવે તેવી લાગણી અને માંગણી છે.


Loading...
Advertisement
Advertisement