ક્લિન ઈન્ડિયા મુવમેન્ટ સંદર્ભે સુરેન્દ્રનગ જિલ્લા પંચાયતની વિવિધ કચેરીઓ ખાતે શ્રમદાન અને સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ

21 October 2021 01:30 PM
Surendaranagar
  • ક્લિન ઈન્ડિયા મુવમેન્ટ સંદર્ભે સુરેન્દ્રનગ જિલ્લા પંચાયતની વિવિધ કચેરીઓ ખાતે શ્રમદાન અને સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.21
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશ અને રાજ્યભરમાં અનેક સ્થળોએ સફાઈ કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્લિન ઈન્ડિયા મુવમેન્ટ સંદર્ભે જિલ્લા પંચાયતની વિવિધ કચેરીઓ ખાતે શ્રમદાન અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. આ અભિયાન અંતર્ગત ઘન અને વિશેષ રૂપે પ્લાસ્ટિક કચરો એકઠો કરીને જિલ્લા પંચાયતના તમામ પરિસરો અને વિસ્તારોને સ્વચ્છ કરવામાં આવ્યા હતા.આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા વિકાસ અધિકારી એન.કે.ગવ્હાણે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નસીમ મોદન, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદી તેમજ જિલ્લા પંચાયતની વિવિધ કચેરીઓના અધિકારી/કર્મચારીઓ સહભાગી બન્યા હતા.


Loading...
Advertisement
Advertisement