મોરબીમાં મહર્ષિ વાલ્મીકિની જયંતિ નિમિતે સિરામીક ઉદ્યોગપતિની પ્રેરણાદાયી પહેલ

21 October 2021 01:37 PM
Morbi
  • મોરબીમાં મહર્ષિ વાલ્મીકિની જયંતિ નિમિતે સિરામીક ઉદ્યોગપતિની પ્રેરણાદાયી પહેલ

ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠતમ એવા રામાયણ જેવા મહાન ગ્રંથના રચનાકાર તેમજ માતા સીતાજીના પાલનહાર અને લવ-કુશનો ઉછેર કરનારા મહર્ષિ વાલ્મિકીજીનું સમગ્ર હિન્દૂ સમાજ ઉપર ખુબ મોટું ઋણ છે તેથી તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવા ભગવાન મહર્ષિ વાલ્મીકિની જયંતિની નિમિતે ભારત વિકાસ પરિષદના મોરબી જીલ્લા ઉપપ્રમુખ હરેશ બોપલિયાના નિવાસે તેમના સૌ પરિવારજનોએ શ્વેતાબેન સોલંકી (ટ્યુશન ક્લાસ-મોરબી), આરતીબેન શુક્લના (સીવણ કેન્દ્રના કાર્યકર્તા), દીપાબેન તિવારી (સફાઈ કર્મચારી) તેમજ નેહાબેન ચૌહાણ (રાષ્ટ્ર સેવિકા સમિતિ-મોરબી) અને તેમના પરિવારજનો-સંતાનોએ સાથે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને નાતજાતના ભેદભાવોથી ઉપર ઉઠવાનો નાનકડો પ્રયાસ કરીને તે વાત સમાજમાં પણ પ્રસ્થાપીત થાય તેનો પ્રયાસ સિરામીક ઉદ્યોગપતિ અને ભારત વિકાસ પરિષદના મોરબી જીલ્લા ઉપપ્રમુખ હરેશ બોપલિયાના પરિવારે કર્યો હતો. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ )


Loading...
Advertisement
Advertisement