મોરબીમાં જમીનના ગીરોખત ઉપર 25 લાખ ઉછીના આપેલ વ્યક્તિએ પૈસા પાછા માંગતા જાનથી મારી નાંખવાની ધમકી..!

21 October 2021 01:56 PM
Crime
  • મોરબીમાં જમીનના ગીરોખત ઉપર 25 લાખ ઉછીના આપેલ વ્યક્તિએ પૈસા પાછા માંગતા જાનથી મારી નાંખવાની ધમકી..!

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા.21
મોરબી પંથકમાં છેતરપિંડી સહિતના બનાવો વધી રહ્યા છે દરમિયાનમાં ચોરી પે સીનાચોરી જેવા બનાવોએ પણ માઝા મૂકી છે.પૈસા લઈને ફરી જવું તેમજ પૈસા માટે કોઇની પણ સાથે છેતરપિંડી કરવી તે રમત વાત થઈ ગઈ હોય તેવું હાલ મોરબીમાં છાશવારે જોવા મળી રહ્યુ છે

તે બનાવોમાં વધુ એકનો ઉમેરો ગઇકાલે થયો છે.મોરબીમાં એક વ્યક્તિ પાસે પોતાના જમીનનો ગીરોખત કરીને રૂા.25 લાખ એર શખ્સે ઉછીના લીધા હતા. જે પૈસાની ઉછીના આપનાર વ્યક્તિને જરૂર પડતા પૈસા પરત માંગતા ઘુનડા રોડ ઉપર ત્રણ શખ્સોએ આંતરીને આઘેડને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હોય ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ ચાલુ કરેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શહેરના રવાપર-ઘુનડા રોડ ઉપર પરથી પસાર થઈ રહેલા વિનોદભાઈ જાદવજીભાઈ સીણોજીયા પટેલ (ઉમર 51) રહે.હડમતીયા તાલુકો ટંકારા જીલ્લો મોરબી વાળા ઉપર મોરબીના અવનીપાર્કમાં રહેતા હિતેશ કેશવજી કામરીયા પચેલ, ધ્રુવ નરભેરામ કામરિયા અને અશોક ઠાકરશી મેરજાએ હુમલો કર્યો હતો અને વિનોદ સીણોજીયાને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

વધુમાં ભોગ બનેલા વિનોદભાઈ પટેલે સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં ઉપરોક્ત ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ત્રણ પૈકીના હિતેશ કેશવજી કામરીયાએ તેની જમીનનો સાટાખત કરી આપીને તેમની (વિનોદભાઈ) પાસેથી રૂપિયા 25 લાખ થોડા સમય માટે હાથ ઉછીના લીધા હતા

જે પૈસાની વિનોદભાઈને જરૂર હોય તેમણે હિતેશ કામરીયા પાસેથી પૈસા પરત માગ્યા હતા જેથી કરીને ઉશ્કેરાઈ જઈને હિતેશ કામરીયા, ધ્રુવ કામરીયા અને અશોક મેરજાએ એકસંપ કરીને તેઓને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો.હાલ વિનોદ સીણોજીયા દ્રારા ઉપરોકત ત્રણેય સામે ફરિયાદ નોંધાવાતાં એ ડિવિજન પોલીસ મથકના વનરાજસિંહ રાણાએ આગળની તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement