જૂનાગઢ પ્રા.જીલ્લા શિક્ષણાધિકારીની કાર-બસને કોર્ટના બેલીફે સીલ કરી દેતા શહેરમાં ચકચાર

21 October 2021 02:02 PM
Junagadh
  • જૂનાગઢ પ્રા.જીલ્લા શિક્ષણાધિકારીની કાર-બસને કોર્ટના બેલીફે સીલ કરી દેતા શહેરમાં ચકચાર

જૂનાગઢ,તા. 21
જૂનાગઢ કોર્ટના બેલીફે કોર્ટના હુકમથી ગઇકાલે જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી (પ્રાથમિક)ની કાર-બસને શીલ કરી દેતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે એડવોકેટ પી.ડી. ગઢવીના જણાવ્યા મુજબ આરબ અબ્બા પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેમણે તાલીમી શિક્ષક ગણી પગાર ભથ્થા, ઉચ્ચતર પગાર અને રેગ્યુલર પેન્શન મેળવવા કોર્ટમાં ધા નાખી હતી.જે કેસ એડવોકેટ પી.ડી. ગઢવી દ્વારા ચલાવવામાં આવતાં કોર્ટે ગઢવીની દલીલો પુરાવાઓ નિયમોને માન્ય રાખી દાવો મંજૂર કર્યો હતો. દરમિયાન શિક્ષક આરબ અબ્બાસનું અવસાન થયેલ. અને તેમના વારસદાર તરીકે તેમના પત્ની રોશનબેને એડવોકેટ પી.ડી. ગઢવી દ્વારા દરખાસ્ત દાખલ કરેલ હતી. તેમ છતાં પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીએ કોર્ટના આદેશ હુકમનું પાલન ન કરતાં કોર્ટ દ્વારા વાહન ઓફીસ ફર્નિચર વગેરેની જપ્તીમાં લેવા વોરન્ટ ઇસ્યુ કરતા આ વોરન્ટની બજવણી ગઇકાલે તા. 20ને બુધવારના બજવણી કરવામાં આવતા કોર્ટનાં બેલીફે 4,00,000ની કાર અને 10,00,000ની બસ સહિત કુલ 14,00,000ના વાહનો સાધનોને શીલ મારી દેતા ચકચાર મચી જવા પામી છે.


Loading...
Advertisement
Advertisement