વેરાવળમાં દિકરીઓને શીલ્ડ આપી પ્રોત્સાહિત કરાઇ

21 October 2021 02:03 PM
Veraval
  • વેરાવળમાં દિકરીઓને શીલ્ડ આપી પ્રોત્સાહિત કરાઇ

વેરાવળમાં નવરાત્રી દરમ્યાન ગરબી મંડળમાં બેટી બચાવો બેટી પઢાવોના કાર્યક્રમમાં ખુશીપાલ ને શીશુ મંદિર એજયુકેશન ટ્રસ્ટના જગમાલભાઇ વાળા સહીતના હસ્તે શીલ્ડ આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં ખુશીપાલે દીકરીઓને તરછોડતા તેમજ દીકરીને બોજ ગણતા લોકોને દીકરીનું મહત્વ સમજાવેલ અને ક્યારેય કોઇ દીકરી ને વધુ ભણાવતા નથી, એમણે તો સાસરે જ જવાનું છે, દીકરી ભણેલી હશે તો સાસરા પક્ષ તરછોડસે તો તેના પગભર રહી શકશે તેમ જણાવેલ હતું. આ તકે ઇનર વ્હીલ કલબના પ્રમુખ જયશ્રીબેન સોમૈયા, જંનકભાઇ સોમૈયા, રોટરી કલબના નીતાબેન, અભિનેત્રી મીના પંજાબી સહિતનાએ પ્રોત્સાહીત કરેલ હતી. (તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)


Loading...
Advertisement
Advertisement