જૂનાગઢ : કોરોનાની અસર ઓછી થતા ગિરનારની લીલી પરીક્રમાને મંજૂરી આપો

21 October 2021 02:04 PM
Junagadh
  • જૂનાગઢ : કોરોનાની અસર ઓછી થતા ગિરનારની લીલી પરીક્રમાને મંજૂરી આપો

ઉતારા મંડળ કરશે પરીક્રમા : સાધુ-સંતો-અધિકારી-પદાધિકારીઓને રખાશે સાથે

જૂનાગઢ,તા. 21
જૂનાગઢના ગરવા ગિરનારની પાવનકારી લીલી પરીક્રમા પરંપરાગત રીતે કાર્તિક શુદ 11થી કાર્તિકી પૂનમ સુધી યોજવામાં આવે છે. જો કે ગત વર્ષે કોરોના કાળ સંક્રમીતના કારણે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. માત્ર ઉતારા મંડળે પરંપરા જાળવવા તંત્રએ આપેલ મર્યાદીત સંખ્યાની મંજુરી સાથે પ્રતિકાત્મક લીલી પરીક્રમા પૂર્ણ કરી હતી.

આ વષે4 આ પાવનકારી 38 કિ.મી.ની ગિરનારી પરીક્રમામાં કુદરતના ખોળે લીલી વનરાઓ ગાઢ જંગલ ખડખડ વહેતા ઝરણા વિચરતા વન્ય પ્રાણીઓ આહલાદક દ્રશ્યોનો નજારો સાથે પાંચ દિવસ દુનિયાદારીથી મુક્ત થઇ જીવથી શિવના મીલનમાં ધૂન-ભજન રાસમંડળીઓ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પરીક્રમાના રસ્તે યોજવામાં આવે છે. અંદાજીત 10 લાખ જેટલા ભાવિકો જંગલમાં મંગલ માટે પ્રવેશી દેવઉઠી અગિયારસથી પરીક્રમા વિધિવત શરુ થતી હોવાનું ઉતારા મંડળના સમાજો, જ્ઞાતિ મંડળો ટ્રસ્ટોના પ્રમુખ ભાવેશભાઇ વેકરીયાએ આ પાવનકારી અને નાના માણસો માટેની રોજીરોટી માટે આશિર્વાદરુપ ગિરનારની લીલી પરિક્રમા યોજાવી જોઇએ.

ત્યારે કલેક્ટરશ્રીએ આ આયોજન માટે સત્વરે મીટીંગ બોલાવી ભાવિકોના પ્રવેશ માટે સરકાર દ્વારા નિર્ણય લેવાય તેવી માંગણી ભાવેશ વેકરીયાએ કરી છે. મંજુરીની રાહ સાથે પરંપરાગત સનાતન હિન્દુ સંસ્કૃતિની જાળવણીના ભાગરુપે ઉતારા મંડળ દ્વારા પાવનકારી ગિરનારની લીલી પરીક્રમાનું આયોજન કરાયું છે. આ આયોજન મુજબ આગામી 14 નવેમ્બર કાર્તિક શુદી અગિયારસ (રવિવાર)ની મધ્યરાત્રિનાં 12 કલાકે પ્રારંભ કરવામાં આવશે અને 19 નવેમ્બરનાં કાર્તિક શુદ પૂનમ (શુક્રવાર)ના પરીક્રમા વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવશે. આ પરીક્રમામાં ઉતારા મંડળો જ્ઞાતિ વાડી વંડીના ટ્રસ્ટો, સાધુ સંતો, પદાધિકારીઓ, અધિકારીઓ, ભાવિકો પરંપરાગત રીતે જોડાશે.

કલેક્ટર
જૂનાગઢ કલેક્ટર રચિત રાજના જણાવ્યા મુજબ ગિરનારની લીલી પરીક્રમા યોજવી કે નહીં તેની સરકાર દ્વારા હજુ કોઇ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી કે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. જ્યારે નિર્ણય કરવામાં આવશે ત્યારે જાણ કરવામાં આવશે.


Loading...
Advertisement
Advertisement