મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લેતા ચોરવાડના સ્મૃતિબેન શાહ

21 October 2021 02:10 PM
Junagadh
  • મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લેતા ચોરવાડના સ્મૃતિબેન શાહ

ચોરવાડના વતની સ્મૃતિબેન મધુભાઈ શાહ અને મધુભાઈ શાહ તેમજ સતાધારના મહંત મુખ્યમંત્રીની મુલાકાત લઈ સતાધારના મહંતે મુખ્યમંત્રીને આશિર્વાદ આપ્યા હતા. આ મુલાકાત દરમ્યાન સ્મૃતિબેન મધુભાઈ શાહે અનેમધુભાઈ શાહે એક લેટર આપ્યો અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પ્રશ્ર્નોના માટે લોક દરબાર ભરવા યુપીના મુખ્યમંત્રીની રીતે લોકદરબાર ભરવા અને પ્રશ્ર્નોનો સ્થળ પર નીકાલ કરવો. ગામડાના લોકોને ગાંધીનગર સુધી આવવું ન પડે અને તેનો સમય અને ખર્ચ બન્ને બચી જાય એટલા માટે તાલુકા લેવલે પ્રભારીમંત્રી અને કલેકટરના નેજા નીચે આખા ગુજરાતમાં આ લોક દરબાર ભરવાથી લોકોના કામોને વેગ મળશે અને ગાંધીનગર જે લોકોના ટોળા વળે છે એમાંથી સરકારના કામો વિકાસને વેગ મળશે તો આ બાબતે વિનંતી કરવામાં લેખીત અને મૌખીક રજુઆત કરેલી.


Loading...
Advertisement
Advertisement