મારી સામે કતરાઈને કેમ જુએ છે એમ કહી યુવાનને માર મારતા પિતા પુત્ર

21 October 2021 02:36 PM
Jamnagar
  • મારી સામે કતરાઈને કેમ જુએ છે એમ કહી યુવાનને માર મારતા પિતા પુત્ર

જામનગર તા. 21
જામનગર તાલુકાના દડિયા ગામે યુવાન પર હુમલો કરી પિતા પુત્રએ માર મારી ઈજા પહોચાડ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. સામે જોવા જેવી સામાન્ય બાબતે પિતા પુત્રએ યુવાનને માર મારી ફેક્ચર સહિતની ઈજા પહોચાડી હતી.

જામનગર નજીકના દડિયા ગામે ગઈ કાલે વિનોદભાઇ ભીખાભાઇ જેપાર નામના યુવાન પર દિનેશભાઇ ગાંગાભાઇ મકવાણા, ધવલ દિનેશભાઇ મકવાણા અને નિશાંત દિનેશભાઇ મકવાણા નામના સખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. યુવાન તેના ફૂવાના ઘરે ફુવાના ઘરે પ્રસંગમા જમવા ગયો હતો ત્યારે આરોપી નિશાંતે ‘તુ મારી સામેં કતરાઇ ને કેમ જોવે છે’ તેમ કહી બોલાચાલી કરી બીભત્સ વાણી વિલાસ આચાર્યો હતો.

આ બાબતનો ખાર રાખીને અન્ય આરોપીઓએ લોખંડના પાઇપ વડે ફરીને ડાબા હાથના કાંડા ઉપર ઘા કરી ફ્રેક્ચર જેવી ઇજા કરી, લાકડાના ધોકા વડે બન્ને પગમા આડેધડ મારામારી મુંઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે સારવાર લીધા બાદ યુવાને આઈપીસી કલમ 325 323 504 તથા જી પી એક્ટ કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાવતા પંચકોશી બી ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement