હિન્દુ સેનાએ આઝાદ દિવસની કરી ઉજવણી

21 October 2021 02:39 PM
Jamnagar
  • હિન્દુ સેનાએ આઝાદ દિવસની કરી ઉજવણી
  • હિન્દુ સેનાએ આઝાદ દિવસની કરી ઉજવણી

જામનગર તા.21
સૌ પ્રથમ આઝાદી આપનાર સુભાષચંદ્ર બોસ કે જેમણે સત્ય અહિંસા કે પ્રેમ થી નહિ પણ વીરગતિ થી આઝાદી અપાવી છે જેમાં જેમાં આઝાદ હિંદ ફોજ દ્વારા 60000 સૈનીકો નો સમાવેશ હતો અને તેમાંથી 26000 સૈનિકો વીરગતિ પામ્યા હતા.732000 લોકો વીરગતિ પામ્યા બાદ આઝાદી મળી હતી.21- ઑક્ટોબર 1943 ના રોજ ભારત ને 12 દેશો દ્વારા સ્વાતંત્ર્ય ભારત ની માન્યતા આપી દેવામાં હતી.નેતાજી ના નેતૃત્વ માં આઝાદ હિંદ સરકાર નો પોતાનો ધ્વજ, પોતાની બેંક, પોતાનું ચલણ, પોતાની ટપાલ ટિકિટ, પોતાનું ચિહ્ન, પોતાની ગુપ્ત ચર સેવા પણ હતી15 ઓગસ્ટ 1947 ના દિવસે તો ફક્ત ટ્રાન્સફર ઓફ પાવર થયું હતું.

સાચી આઝાદી તો નેતાજી ના નેતૃત્વ હેઠળ 21 ઓક્ટ 1943 ના રોજ અપાય ચૂકી હતી.જેના અનુસંધાને આજ ના દિવસે હિન્દુ સેના દ્વારા સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમાં ને ફૂલ હાર પહેરાવી અને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ફટાકડા ફોડી, પત્રિકા વિતરણ કરીને કરી હતી.જેમાં હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતીક ભટ્ટ સૌરાષ્ટ્ર પ્રમુખ મયુર પટેલ, શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ, ભાવેશ ઠુંમર, મયુર ચંદન, ભરત પારઘી , સાહિલ સોલંકી, મિતેષ મહેતા, અનિલ ગંગાજળિયા, જતીન,નવીનભાઈ, અર્જુન સહિત અનેક સૈનિકો જોડાયા હતા.


Loading...
Advertisement
Advertisement