બહુચર્ચિત જી.જી.હોસ્પિટલના યૌન શોષણ પ્રકરણના એક આરોપીને જામીન મુકત કરતી હાઇકોર્ટ

21 October 2021 02:48 PM
Jamnagar
  • બહુચર્ચિત જી.જી.હોસ્પિટલના યૌન શોષણ પ્રકરણના એક આરોપીને જામીન મુકત કરતી હાઇકોર્ટ

જામનગર તા.21: જામનગર શહેરના બહુચર્ચિત જી.જી.હોસ્પિટલ યૌન શોષણ પ્રકરણમાં સંડોવાયેલા એક આરોપીને હાઇકોર્ટ જામીન પર મુકત કર્યો છે. જયારે અન્ય આરોપીએ પણ હાઇકોર્ટની વાટ પકડી નાર્કોટેસ્ટની તૈયારી દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે સરકારી કોવિડ હોસ્પિટલમાં કોવિડ મહામારી વખતે કરાર આધારિત ભરતી કરાયેલ મહિલા કર્મચારીઓનું યૌન શોષણ કરવામાં આપ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. રાજયભરમાં ચર્ચા જગાવનાર પ્રકરણ લાંબા સમય બાદ પોલીસે બે આરોપીઓ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.

જામનગર શહેરની જી.જી.હોસ્પિટલમાંની કોવિડ હોસ્પિટલના મહિલા કર્મચારીઓ સાથે રોગી કલ્યાણ સમિતિ હસ્તક ભરતી કરાયેલ પુરૂષ સ્ટાફ દ્વારા યૌન શોષણ કરાયું હતું. આ ઘટના બહાર આવતા છેક ગાંધીનગર સુધી પડઘા પડયા હતા. તાત્કાલીન મુખ્યમંત્રી રૂપાણીએ તત્કાલિન કલેકટરને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જેને લઇને કલેકટરે એસડીએમ આસ્થા ડાંગરની આગેવાની હેઠળ એએસપી નીતેશ પાંડે અને મેડિકલ કોલેજના ડીન નંદીની દેસાયની ત્રણ સભ્યોની કમિટિ બનાવી તપાસ સોંપી હતી.

આ બનાવના પગલે શહેરની મહિલાઓ અને મહિલા સંસ્થાઓ તથા રાજકીય પક્ષોએ પણ વિરોધ દર્શાવતા સરકાર સાણસામાં આવી હતી. આ ઘટનાના સપ્તાહ બાદ પોલીસે આરોપી તરીકે એલબી પ્રજાપતિ અને અકબર અલી નાયક સામે ફરિયાદ નોંધી હતી. જેના રિમાન્ડ બાદ તેને જેલ હવાલે કરાયા હતા. આ પ્રકરણમાં આરોપી અકબર અલી નાયકે હાઇકોર્ટમાં જામીન અરજી કરતા હાઇકોર્ટે અરોપી અકબર અલી નાયકના જામીન મંજૂર કર્યા છે.


Loading...
Advertisement
Advertisement