ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાતે સિંગાપોરના કોન્સ્યુલેટ જનરલ

22 October 2021 05:23 PM
Rajkot Saurashtra
  • ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાતે સિંગાપોરના કોન્સ્યુલેટ જનરલ

સિંગાપોરને વાઇબ્રન્ટ સમિટ-2022માં જોડાવા માટે મુખ્યમંત્રીએ પાઠવ્યું નિમંત્રણ

ગાંધીનગર, તા. 22
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોરના કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત ચિયોન્ગ મિંગ ફૂંગ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં વેપાર, ઉદ્યોગ સહિતના સંબંધોમાં પરસ્પરના સહયોગથી નવી ઊંચાઇઓ સર કરવાની તત્પરતા દર્શાવી હતી. સિંગાપોરના કોન્સ્યુલેટ જનરલ ગુજરાતની આ પ્રથમ મુલાકાતથી પ્રભાવિત થયા હોવાની તેમજ સિંગાપોરના ઉદ્યોગો, રોકાણકારો માટે ગુજરાત મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યુ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે સિંગાપોરના કોન્સ્યુલેટ જનરલને સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાતે જવાનો અનુરોધ કરી સાથોસાથ આગામી વાયબ્રન્ટ સમિટ-2022માં સિંગાપોર જોડાય તે માટે નિમંત્રણ આપ્યું હતું. બેઠકના અંતે મુખ્યમંત્રીએ તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement