અમરેલીમાં વીજ ધાંધિયા : તૌકતે બાદ હજુ સુધી ખેતરોમાં વીજળી ગુલ: પીજીવીસીએલ કચેરીમાં જ કોંગી MLA ડેર-દુધાતનો લોક દરબાર

22 October 2021 08:46 PM
Amreli Saurashtra
  • અમરેલીમાં વીજ ધાંધિયા : તૌકતે બાદ હજુ સુધી ખેતરોમાં વીજળી ગુલ: પીજીવીસીએલ કચેરીમાં જ કોંગી MLA ડેર-દુધાતનો લોક દરબાર
  • અમરેલીમાં વીજ ધાંધિયા : તૌકતે બાદ હજુ સુધી ખેતરોમાં વીજળી ગુલ: પીજીવીસીએલ કચેરીમાં જ કોંગી MLA ડેર-દુધાતનો લોક દરબાર
  • અમરેલીમાં વીજ ધાંધિયા : તૌકતે બાદ હજુ સુધી ખેતરોમાં વીજળી ગુલ: પીજીવીસીએલ કચેરીમાં જ કોંગી MLA ડેર-દુધાતનો લોક દરબાર

● બન્ને ધારાસભ્યોએ ખેડૂતોને સાથે રાખી સમસ્યા વર્ણવી, ધરતીપુત્રોએ રોષ સાથે કરેલી ઉગ્ર રજૂઆતથી અધિકારીઓને પરસેવો છૂટ્યો ● તંત્ર શું કરે? સરકાર દ્વારા જરૂરિયાત મુજબ મટીરીયલ અને ટી.સી. ન ફાળવાતા હોવાનો આરોપ : વિદ્યુત કંપની અને સરકાર વચ્ચે વીજળી વગર પરેશાન અન્નદાતા

રાજકોટ:
તૌકતે વાવાઝોડા બાદ અમરેલી જિલ્લાના ખેત વિસ્તારમાં વીજ પૂરવઠાના હજુ ધાંધિયા છે, જાણીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. શરૂઆતમાં સરકારે વાવાઝોડાથી નુકસાન પામેલા વિસ્તારમાં વીજ પુરવઠો ચાલુ થાય તે માટે ઝડપી કામગીરી કરી હોવાના મોટા-મોટા દાવા કરેલા, જોકે આજે અમરેલીના વિજપડીના ખેડૂતો અને બે કોંગી ધારાસભ્યો વિજપડી ગામે આવેલી પીજીવીસીએલની કચેરીમાં જ લોકદરબાર ભરીને બેસી જતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. કહેવાય છે કે, ધરતીપુત્રો રજૂઆતો કરીને થાકી ગયા પણ હજુ સુધી વીજ ધાંધિયા યથાવત છે.

મળતી વિગત મુજબ કોંગી ધારાસભ્યો અને ખેડૂતોએ જણાવ્યું કે, વિજપડીમાં તૌકતે વાવાઝોડાના કારણે ખોરવાયેલો ખેત વીજ પુરવઠો આજ દિન સુધી ન મળવાના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. હાલ રવિ પાક માટે પાણીની જરૂરિયાત હોય છે પણ ખેડૂતોનોને આજ દિન સુધી વીજ પુરવઠો સરકાર આપી શકી નથી. એક તરફ અતિવૃષ્ટિમાં ચોમાસું પાક નિષ્ફળ ગયો છે. હવે વીજ પુરવઠો ન મળતા રવિ પાક પણ લઈ શકાય નહીં તેવી સ્થિતિ થઈ છે.

જેથી બન્ને કોંગી ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અને અંબરીષભાઈ ડેર દ્વારા વિજપડી પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતો માટે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિજપડી સબ ડિવિઝન નીચે આવતા ગામડાઓના ખેડૂતો મોટી સંખ્યામાં કચેરીએ પોતાના પ્રશ્ન લઈને આવી ગયા હતા. ખેડૂતોએ પોતાને પડતી હાલાકી વિશે રોષ ભેર પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્યોના પ્રયાસથી મોટી સંખ્યા ખેડૂતો એકત્ર થઈ જતા જિલ્લા કક્ષાએથી અધિકારીઓની ગાડીઓ વિજપડી પહોંચી હતી. ખેડૂતોની ઉગ્ર રજુઆતથી અધિકારીઓને પણ પરસેવો છૂટી ગયો હતો.

ધારાસભ્યોનો આરોપ છે કે, પીજીવીએલના અધિકારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે પણ જે સરકાર દ્વારા તંત્રને જરૂરિયાત મુજબ મટીરીયલ અને ટી.સી. ફાળવાયા નથી જેથી તંત્ર પણ શું કરે? વીજ કંપની અને સરકાર વચ્ચે અન્નદાતા હાલાકી ભોગવી રહ્યો છે.

લોક દરબાર માટે જિલ્લાના મોટા પીજીવીસીએલના અધિકારીઓ પણ વિજપડી કચેરીએ આવી ગયા હતા અને ટૂંક સમયમાં ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી અને પ્રશ્ન રજુ કરાયા હતા તેનું નિરાકરણ કરવામાં કાર્યપાલકે ઇજનેરે બન્ને ધારાસભ્યોને ખાત્રી આપી હતી. પ્રશ્નો સાંભળતા અને ઉકેલની ખાતરી અપાતા ખેડૂતોઓએ બન્ને ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement