જસદણના કોઠીગામની સીમમાં ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ: 5 કિલો જથ્થો કબજે

23 October 2021 04:28 PM
Rajkot Crime Saurashtra
  • જસદણના કોઠીગામની સીમમાં  ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ: 5 કિલો જથ્થો કબજે

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જીના પી.આઈ એસ.એમ.જાડેજા અને ટીમનો દરોડો:કપાસના જથ્થા વચ્ચે ગાંજાનું વાવેતર કર્યુહતું

રાજકોટ તા 23
રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી ગ્રામ્ય એસ.ઓ.જીએ દરોડો પાડી રૂ.36 હજારની કિમતનો 5 કિલો ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ કરી છે. કપાસના જથ્થા વચ્ચે ગાંજાનું વાવેતર કયું હતું

રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા જિલ્લા પોલીસ વડાની સુચના અનુશંધાને એસ.ઓ.જીના પી.આઈ એસ.એમ.જાડેજા અને સ્ટાફને મળેલ બાતમીના આધારે જસદણના કોઠી ગામની પાંચકોશી સીમ,પાવર હાઉસ ની પાછળ આવેલ દિનેશભાઇ ગોરધનભાઇ ચૌહાણની વાડીમાં દરોડો પાડી વાડી પડા માંથી કપાસ ના વાવેતર વચ્ચે થી ગાંજાના નાના-મોટા છોડ નંગ-29 કુલ વજન 5 કિલો 281 ગ્રામ કિ.રૂ.36,967 સાથે દિનેશભાઇ ગોરધનભાઇ ચૌહાણની ધરપકડ કરી હતી.

અત્રે એ વાત ઉલેખનીય છે કે આશરે દોઢ વર્ષ પૂર્વે પણ રાજકોટ જિલ્લા એસ.ઓ.જીએ જસદણના કોઠી ગામ પાસે થી આશરે 50 કિલો જેટલો ગાંજાનો જંગી જથ્થો પડકી પાડ્યો હતો.જસદણ પંથકમાં ગાંજાનું છાણે ખૂણે વાવેતર કરવામાં આવતું હોય જે બાબતની જાણ એસ.ઓ.જીને બાતમીદાર દ્વારા કરવામાં આવી હતી.જેના આઘારે દરોડો પાડવામાં આવ્યો હતો.

રાજકોટ જિલ્લા એસ.સો.જીના પી.આઈ એસ.એમ.જાડેજા સાથે પી.એસ.આઈ એચ.એમ.રાણા,પી.એસ.આઈ જી.જે.ઝાલા એ.એસ.આઇ વિજયભાઇ ચાવડા,ઉપેન્દ્રસિહ જાડેજા,પરવેઝભાઇ સમા, જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા,હિતેષભાઇ અગ્રાવત,અમિતભાઇ કનેરીયા,રણજીતભાઇ ધાધલ,વિજયગીરી ગોસ્વામી,દિલીપસિહ જાડેજાએ કામગીરી કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement