જામનગરના ખીજડીયા બાયપાસ નજીક ટ્રક પલ્ટી ગયો: ડ્રાઇવર, ક્લીનરના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત

24 October 2021 01:07 PM
Jamnagar Saurashtra
  • જામનગરના ખીજડીયા બાયપાસ નજીક ટ્રક પલ્ટી ગયો: ડ્રાઇવર, ક્લીનરના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત

ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચે તે પૂર્વ જ બંનેને કાળ આંબી જતા ચાલક અને ક્લીનરના મૃત્યુથી અરેરાટી: મીઠાપુરથી સોડા ભરી હૈદરાબાદ તરફ જતા ટ્રકના ચાલકને જોકું આવી જતા આ ગોઝારી ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તારણ

જામનગર, તા. 24
જામનગરની ભાગોળે દિવસેને દિવસે ગોઝારા અકસ્માતની વણઝાર યથાવત રહી છે તેવામાં આજે જામનગરના ખીજડીયા બાયપાસ નજીક ટ્રક રસ્તા નીચે ઉતરી પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં ક્લીનર અને ટ્રક ચાલક બંનેના સ્થળ પર જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજયા હોવાનું સામે આવ્યું છે. મીઠાપુરથી સોડા ભરી હૈદરાબાદ તરફ જતા ટ્રકના ચાલકને જોકું આવી જતા આ ગોઝારી ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તારણ કાઢી પોલીસે તપાસ હાથ ધરી છે.

ખીજડિયા બાયપાસ નજીક સર્જાયેલી આ કરુણાતીકાની વિગત મુજબ આજે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં ખીજડીયા બાયપાસ નજીક રાજકોટ તરફ જતી જીજે ૩૭ ટી ૭૯૦૬ નંબરનો ટ્રક એકાએક ગોથું મારી રોડની નીચે ઉતરી ગયો હતો. અકસ્માતે ઉંધા પડેલ ટ્રકના ચાલક પ્રભાતસિંહ મેઘરાજસિંહ વાઘેલા (ઉ.વ.૪૦) અને ક્લીનર અસરફ ભીખુભાઈ મંગીયા (ઉ.વ.૩૫) બંને ટ્રક નીચે દબાઈ, ચગદાઈ જતા બંનેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આ ઘટના અંગે જામનગરની ફાયર શાખાનો સંપર્ક કરતા ફાયર સ્ટાફ મારતે ઘોડે સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં બચાવ કાર્ય કાર્ય હાથ ધાર્યું હતું પરંતુ ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચે તે પૂર્વ જ બંનેને કાળ આંબી જતા ચાલક અને ક્લીનરના મૃત્યુ નીપજ્યા હતા આ બનાવની જાણ થતાં જામનગર પંચકોશી પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મહત્વનું છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર ખાતેની ટાટા કંપનીમાંથી સોડા-એસનો જથ્થો ભરી ટ્રક હૈદરાબાદ તરફ રવાના કરવામાં આવ્યો હતો. દરમીયાન જામનગર નજીક અકસ્માત થયો હતો. ટ્રક ચાલક અને ક્લીનર પણ દ્વારકા જિલ્લાના હોવાનું  જાણવા મળ્યું છે.

Related News

Loading...
Advertisement
Advertisement