દ્વારકાધીશની ધજા ચઢાવવા ગયેલ સાધકનો પગ લપસી જતા પટકાયો, ઇજાગ્રસ્ત થતા સારવારમાં

24 October 2021 02:52 PM
Jamnagar Saurashtra
  • દ્વારકાધીશની ધજા ચઢાવવા ગયેલ સાધકનો પગ લપસી જતા પટકાયો, ઇજાગ્રસ્ત થતા સારવારમાં

દ્વારકામાં પ્રાથમિક સારવાર બાદ ભારત ત્રિવેદીને જામનગર હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા

દ્વારકા:
યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં અકસ્માતે ધજા ચડાવવા ગયેલા સાધકનો પગ લપસી જતા નિચો પટકાયા હતો અને ઇજાગ્રસ્ત થતા પ્રથમ દ્વારકા બાદ વધુ સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડાયાની માહિતી મળી રહી છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજની છેલ્લી ધ્વજા ફરકાવવા માટે ઉપાસક ભારત તુલસીદાસ ત્રિવેદી જગત મંદિરના શિખરે ચઢ્યા હતા. જ્યાં, શક્તિ માતા મંદિર પાસેના ભાગે ધ્વજાનું કાપડ તેમના પગમાં ફસાઈ જતા તેમનો પગ લપસ્યો હતો. અને તેઓ નીચે પટકાયા હતા. ઘાયલ થયેલ ભારત તુલસીદાસ ત્રિવેદીને 108 મારફત તુરંત દ્વારકા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી બાદમાં તેમને જામનગર રીફર કરવામાં આવ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement