બેન્કો અને વીમા કંપનીઓના ખાનગીકરણના ખરડા તૈયાર : સંસદના શિયાળુ સત્રમાં રજૂ થશે

25 October 2021 02:14 PM
Business India
  • બેન્કો અને વીમા કંપનીઓના ખાનગીકરણના ખરડા તૈયાર : સંસદના શિયાળુ સત્રમાં રજૂ થશે

પાંચ કે છ મોટી સરકારી બેન્કો રહેશે : હાલ વિલીનીકરણની પ્રક્રિયા સંપન્ન : બાકીની બેન્કોને વેચી દેવાશે : સામાન્ય વીમા કંપનીઓ પણ ખાનગી બનશે

નવી દિલ્હી,તા. 25
આગામી માસથી પ્રારંભ થનારા સંસદના શિયાળુ સત્ર માટેની તૈયારીઓ શરુ થઇ ગઇ છે અને ખાસ કરીને એક તરફ સરકાર રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ માટે મહત્વનું વિધેયક રજૂ કરનાર છે તો બીજી તરફ હાલની રાષ્ટ્રીય પેન્શન યોજનામાં પણ સરકાર ફેરફાર કરશે.

નાણામંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ બેન્કીંગ કંપની (અધિનિયમ હસ્તાંતરણ એક્ટ-1970) ઉપરાંત 1980ના કાયદામાં પરિવર્તન થશે. જેના કારણે બેન્કોનું બે તબક્કામાં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું તેના બદલે હવે તેના ખાનગીકરણની પ્રક્રિયામાં સરકાર આગળ વધશે. ટોચના સુત્રોનાં જણાવ્યા મુજબ હાલ સરકારે બેન્કોના વીલીનીકરણની પ્રક્રિયા પુરી કરી દીધી છે અને હવે જે પ્રક્રિયામાંથી બેન્કોને બાકાત રખાઈ હતી

તેનું ખાનગીકરણ થશે અને આ બેન્કોની મૂડી વહેચી દેવાશે જેના કારણે આગામી સમયમાં 5 કે 6 મોટી રાષ્ટ્રીયકૃત બેન્કો રહેશે અને અન્ય તમામ બેન્કો ખાનગી હાથમાં સોંપાઈ જશે. મોદી સરકાર આગામી એક વર્ષમાં આ પ્રક્રિયા પૂરી કરવા માગે છે અને તે માટેની કાનૂની જોગવાઈ હવે સુધારશે. બીજી તરફ સરકાર પોતાના વધેલા ખર્ચને કારણે સંસદ પાસેથી રુા. 1.75 લાખ કરોડ વધુ મેળવવા માટે ડીઇન્વેસ્ટમેન્ટ સહિતના પ્રસ્તાવોની મંજૂરી મેળવશે.

ખાસ કરીને એલઆઈસીના ખાનગીકરણની પ્રક્રિયાને સંસદની મંજૂરી મળી ગઇ છે પરંતુ સામાન્ય વીમા કંપનીઓ કે જે નોનલાઈફ ઇન્સ્યુરન્સમાં સક્રિય છે તેવી સરકારી કંપનીઓમાંથી સરકાર પોતાનો શેર-મૂડીનો હિસ્સો વેચીને તેનું ખાનગીકરણ કરશે અને આ રીતે સરકાર હવે વીમા અને બેન્કીંગમાં મોટા ખાનગીકરણ માટે આગળ વધી રહી છે.નાણામંત્રી નિર્મતા સીતારામન આ ખરડાનું પાયલોટીંગ કરશે અને સંસદના શિયાળુ સત્રમાં તે મંજૂર થતાં જ સરકાર માટે પણ મોટી રાહત થશે.


Related News

Loading...
Advertisement
Advertisement