કાશ્મીરમાં આખરી પોસ્ટ ઉપર પહોંચતા અમિત શાહ : જવાનોને મળ્યા પંડીતોના ધર્મસ્થાન ખીર ભવાની મંદિર ખાતે પણ પૂજા-અર્ચના

25 October 2021 02:16 PM
India Politics
  • કાશ્મીરમાં આખરી પોસ્ટ ઉપર પહોંચતા અમિત શાહ : જવાનોને મળ્યા પંડીતોના ધર્મસ્થાન ખીર ભવાની મંદિર ખાતે પણ પૂજા-અર્ચના
  • કાશ્મીરમાં આખરી પોસ્ટ ઉપર પહોંચતા અમિત શાહ : જવાનોને મળ્યા પંડીતોના ધર્મસ્થાન ખીર ભવાની મંદિર ખાતે પણ પૂજા-અર્ચના
  • કાશ્મીરમાં આખરી પોસ્ટ ઉપર પહોંચતા અમિત શાહ : જવાનોને મળ્યા પંડીતોના ધર્મસ્થાન ખીર ભવાની મંદિર ખાતે પણ પૂજા-અર્ચના

શ્રીનગર,તા. 25 : જમ્મુ કાશ્મીરમાં ત્રણ દિવસના પ્રવાસના આજે અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીએ અહીંના વિખ્યાત ખીર ભવાની મંદિરમાં જઇને પૂજા-અર્ચના કરી હતી. કાશ્મીરના પ્રવાસે રહેલા શ્રી શાહએ મંદિરમાં પ્રસાદ પણ ધરાવ્યો હતો અને લગભગ અડધી કલાક વિતાવ્યો હતો.

તેમણે પૂજારીઓએ ખાસ પૂજા પણ કરાવી હતી. આ મંદિર રાજ્યના ગાંદરબલમાં આવેલુ છે અને કાશ્મીરી પંડીતો માટે તે પવિત્ર સ્થાન ગણાય છે. શ્રી શાહએ જણાવ્યું કે રાજ્યમાં હવે અત્યાર સુધી જે ત્રણ પરિવારનું શાસન ચાલતુ હતું તે પુરું થઇ જશે અને ખરેખર જનતાનું શાસન આવશે.

આ અગાઉ ગઇકાલે તેઓ આંતરરાષ્ટ્રીય સીમા ઉપર બીએસએફને જવાનોને મળ્યા હતા. શ્રી શાહ ભારત-પાકિસ્તાન સરહદ ઉપર આખરી ચોકી સુધી પહોંચ્યા હતા અને તેમની સાથે ખાસ્સો સમય વિતાવ્યો હતો અને જવાનોને મિઠાઈ આપી હતી.

શ્રી શાહે જમ્મુમાં અનેક યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું અને શીખ સમુદાયના લોકો સાથે ખાસ મુલાકાત કરી હતી તથા રેલીને પણ સંબોધી હતી. બીએસએફ વેસ્ટર્ન કમાન્ડના એડીજી સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા અને અમિત શાહે ઘુસણખોરી રોકવા માટે અદ્યતન ટેકનોલોજી ઉપરાંત સ્માર્ટ ફેન્સીંગની પણ સરકાર વ્યવસ્થા કરી રહી છે તેવી ખાતરી આપી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement