જે મફત અનાજ- ઉજજવલા ગેસ- વેકસીન અપાય છે તે નાણા પેટ્રોલ-ડીઝલ ટેક્ષ પરથી વસુલાય છે

25 October 2021 02:18 PM
India Politics
  • જે મફત અનાજ- ઉજજવલા ગેસ- વેકસીન અપાય છે તે નાણા પેટ્રોલ-ડીઝલ ટેક્ષ પરથી વસુલાય છે

લોકોના ‘ઘા’ પર મીઠું ભભરાવતા કેન્દ્રીય મંત્રી : પેટ્રોલીયમ મંત્રીએ પણ ભાવવધારાનો બેહુદો બચાવ કર્યો

નવી દિલ્હી: દેશમાં સતત રીતે પેટ્રોલ-ડિઝલના વધી રહેલા ભાવમાં આમ લોકો પીડાય છે તેના ઘા પર મીઠું ભભરાવતા નિવેદનમાં કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી હરદીપસિંહ પુરીએ લોકોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તમોને જે મફત અનાજ, મફત મધ્યાન ભોજન તથા મફત વેકસીન આપવામાં આવે છે તેના પૈસા મેળવવા માટે પેટ્રોલ-ડીઝલના ભાવ વધે છે. પેટ્રોલીયમ પેદાશો પર જે ઉંચો ટેક્ષ છે તેને વ્યાજબી ગણાવતા તેઓએ હાલમાં જ આ દલીલ કરી હતી.

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ પ્રવચનમાં 100 કરોડ ડોઝ અપાયા અને તે પણ ‘મફત’ તેવું વાકય બોલ્યા હતા પણ તેમના જ મંત્રીએ ભાંડો ફોડી નાખ્યો કે કઈપણ મફત મળતું નથી મંત્રીએ કહ્યું કે 100 કરોડ ડોઝ વેકસીનના અપાયા હતા તે મફત છે. 8 કરોડ લોકોને ઉજજવલાના ગેસ અપાયા છે તે મફત છે. તેઓએ કહ્યું કે સરકાર રૂા.32ની જે એકસાઈઝ વસુલે છે તે આ બધો ખર્ચ છે તેથી જો કોઈ ભાવ વધે તો તે કોઈ કારણથી જ મળે છે તમો તમારા જ પગ પર કુહાડો મારી ન શકો. તેઓએ ભાવવધારા માટે ટેક્ષને જવાબદાર ગણાવ્યા છે તેના પર ટીપ્પણી કરતા કહ્યું કે આ બધું રાજકીય નેરેટીવ છે હું તેવી બાબતો પર અકળાતો નથી.

સરકાર છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરી રહી છે અને આ વર્ષમાં પેટ્રોલના ભાવમાં જ એકંદરે રુા. 36 જેટલો મોટો વધારો થયો છે. તથા ડીઝલના ભાવમાં પણ તેની આસપાસના વધારાથી લોકોના બજેટ ઉપર મોટી અસર થઇ છે. ક્રૂડ તેલ સતત મોંઘુ છે અને રુપિયાની કિંમત ઘટી રહી છે તે કારણ પણ આ ભાવવધારા માટે જવાબદાર છે પરંતુ સરકારના મંત્રીઓ તેના બદલે મફત શું આપે છે તે ગણાવીને લોકોની મશ્કરી કરી રહી હોવાની પણ ચર્ચા ભાજપમાં શરુ થઇ ગઇ છે અને સરકાર અનેક વખત આ અંગે ચર્ચા કરતી હોવા છતા ભાવ ઘટાડા અંગે કોઇ પગલા લેવાયા નથી.


Related News

Loading...
Advertisement
Advertisement