ડ્રગ્સ વેચવાનું દબાણ કરતી અશીતાના ત્રાસથી હિરલે ફીનાઇલ પીધુ

25 October 2021 04:40 PM
Rajkot Crime
  • ડ્રગ્સ વેચવાનું દબાણ કરતી અશીતાના ત્રાસથી હિરલે ફીનાઇલ પીધુ

યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડનનો બનાવ: ઘંટેશ્ર્વર નજીક બ્યુટીપાર્લરમાં કામ કરતી હિરલને અશીતા સાથે ઓળખ થઈ હતી: અશીતા પોલીસની ઓળખ આપી બોયફ્રેન્ડ સાથે આવી હિરલને સફેદ પડીકી વેંચવા આપી જતા હતા

રાજકોટ,તા.25
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ માફિયાઓ ને પકડવા આદેશ આપ્યા બાદ રાજકોટમાં પોલીસ દોડતી થઈ હતી અને બે ચાર પેડલરોને પકડી લીધા હતા.જોકે હજુ પણ રાજકોટમાં ક્યાંકને ક્યાંક માદક પદાર્થો વેચાતા હોય તેવું લાગી રહ્યું છે.રાજકોટમાં વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.યુનિવર્સિટી રોડ ઉપર ભગતસિંહ ગાર્ડન પાસે ક્વાર્ટરમાં રહેતી યુવતીને ડ્રગ્સ વેંચવા દબાણ કરતી સહેલી અને તેના બોયફ્રેન્ડના ત્રાસથી યુવતીએ કંટાળીને પોતાના ઘરે ફીનાઇલ પી લેતા સિવિલમાં ખસેડવામાં આવી છે.આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે.

બનાવની વિગતો અનુસાર, યુનિવર્સિટી રોડ ભગતસિંહ ગાર્ડન પાસે ક્વાર્ટરમાં રહેતી હિરલ કમલેશભાઈ શીશાગીયા(ઉ.વ.17)એ પોતાના ઘરે જ ફીનાઇલ પી લેતા તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.હિરલ એક ભાઈની મોટી બહેન છે.પિતા રીક્ષા ચલાવે છે.હિરલે જણાવ્યું હતું કે,એસઆરપી કેમ્પ પાસે આવેલા વર્ધમાનનગરમાં અમારું જે જૂનું મકાન આવ્યું હતું તેમાં જ હું બે માસ પહેલા બ્યુટીપાર્લર ચલાવતી હતી.ત્યાં અવારનવાર આવતી અશીતા નામની યુવતી સાથે ઓળખ થઈ હતી તેણીએ મને પોલીસ તરીકેની ઓળખ આપી હતી.

ત્યારબાદ થોડા દિવસ બાદ તેણી તેના બોયફ્રેન્ડ સાથે મારા બ્યુટીપાર્લર આવી હતી અને કોઈ સફેદ પડીકી આપી હતી અને જણાવ્યું કે આ પડીકી હું કવ તેનેજ આપવાની છે મેં જાણવા નો પ્રયત્ન કર્યો હતો.પરંતુ હું તેમને કાંઈ પૂછું તો કહેતી કે જો તું આ પડીકી નહીં રાખે તો તને અને તારા પરિવારને ડ્રગ્સ કેશમાં ફિટ કરાવી દઈશ.જેથી હું મૂંગે મોઢે સહન કરતી હતી.એકવાર મારો ફોટો પણ મોબાઈલમાં પાડી લીધો હતો અને બ્લેકમેઇલ કરતી હતી. અશિતાનો મિત્ર જેનું નામ આવડતું નથી તે ગઈકાલે ઘરે આવ્યો હતો.જેથી માતા જાગી જતા ચોર ચોરનો દેકારો કરતા તે ત્યાંથી ભાગી ગયો હતો અને હિરલે કંટાળીને ફીનાઇલ પીધું હતું.આ અંગે યુનિવર્સિટી પોલીસ તુરંત સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી.હિરલના આક્ષેપો સાંભળી હકીકત છે કે કેમ?એ અંગે હાલ તપાસ કરી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement