રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર બામણબોર પાસે હીટ એન્ડ રન: પિતાની નજર સામે પુત્રનું મોત

25 October 2021 04:41 PM
Rajkot Crime
  • રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર બામણબોર પાસે હીટ એન્ડ રન: પિતાની નજર સામે પુત્રનું મોત

વાંકાનેરના રાતડીયા ગામેના પિતા પુત્ર સહિત ત્રણને હડફેટે ચડાવી મહારાષ્ટ્ર પાસિંગનો ટ્રકચાલક ફરાર

રાજકોટ તા 25
રાજકોટની ભાગોળે કુવાડવા હાઇવે પર બામણબોર નજીક હીટ એન્ડ રનના અકસ્માતના બનાવમાં વાંકાનેરના રાતડીયા ગામે રહેતા યુવાનનું તેના પિતાની નજર સામે જ મોત નીપજ્યું છે. અક્સમાત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો જેના વિરુદ્ધ પલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતડિયા ગામે રહેતા શામજીભાઇ જોધાભાઇ મેર તેમજ તેના મામા મગનભાઇ સરવૈયા અને 13 વર્ષનો પુત્ર સુમિત સાથે બાઇક પર ત્રિપલ સવારીમાં રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર જતા હતા ત્યારે તેઓ બામણબોર ચેક પોસ્ટ પાસે પહોંચતા પાછળથી ધસી આવેલી ટ્રકે ત્રિપલ સવારી બાઇકને ઠોકર મારી હતી. બાઇકને ઠોકર લાગતાની સાથે જ ત્રણેય બાઇકસવાર ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. અકસ્માત સર્જી ચાલક ટ્રક સાથે ભાગી ગયો હતો. હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનો થંભી ગયા હતા.

અને 108 ને જાણ કરવામાં આવી હતી 108ની મદદ થી પિતા પુત્ર સહીત ત્રણેયને સારવાર માટે હોસ્પીટલે ખસેડવા તજવીજ કરવામાં આવી ત્યારે 108ની ટીમે 13 વર્ષના સુમિતનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. જ્યારે શામજીભાઇ અને મગનભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતા અરેપોર્ટ પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત શામજીભાઇની ફરિયાદ પરથી અકસ્માત સર્જી નાસી છૂટેલા મહારાષ્ટ્ર પાસિંગના ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement