રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ અર્પણ: કંગના બેસ્ટ એકટ્રેસ : મનોજ બાજપેયી-ધનુષ શ્રેષ્ઠ અભિનેતા

25 October 2021 04:50 PM
Entertainment
  • રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ અર્પણ: કંગના બેસ્ટ એકટ્રેસ : મનોજ બાજપેયી-ધનુષ શ્રેષ્ઠ અભિનેતા

67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે વિતરણ : સ્વ.સુશાંતસિંહ અભિનીત ફિલ્મ ‘છીછોરે’ સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ જાહેર: 67માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મ જગતને એકપણ એવોર્ડ નહીં

નવી દિલ્હી તા.25
અત્રે વિજ્ઞાન ભવનમાં નેશનલ ફિલ્મ એવોર્ડનું આયોજન થયું હતું, વિજેતાઓને ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુના હસ્તે સ્વર્ણ કમલ તેજ રજત કમલ, શાલ અને ઈનામની રકત આપીને સન્માનીત કરાયા હતા. આ તકે સાઉથના સુપર સ્ટાર રજનીકાંતને 51માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપીને સન્માનીત કરાયા ત્યારે હોલમાં ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે ઉભા થઈ સન્માન આપ્યું હતું.

આ 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એવોર્ડ સમારોહમાં મનોજ બાજપેયી, કંગના રનૌત, ધનુષને બહેતરીન અભિનય માટે સન્માનીત કરાયા હતા. ‘છિછોરે’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો. જયારે સ્વ. સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ ‘છિછોરે’ના નિર્દેશક નિતેશ તિવારીને સન્માનીત કરાયા હતા. આ 67માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત માર્ચ 2021માં કરાઈ હતી. કંગના તેના માતા-પિતા સાથે એવોર્ડ લેવા પહોંચી હતી.

સર્વશ્રેષ્ઠ અભિનેત્રી કંગના રનૌત: કંગનાને ફરી એકવાર સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. તેને 2019માં રિલીઝ ‘મણીકર્ણિકા’ અને 2020માં આવેલી ‘પંગા’ માટે સન્માનીત કરાઈ છે. સર્વશ્રેષ્ઠ અભિનેતા મનોજ બાજપેયી: દેવાશીષ માખીની લીખીત અને નિર્દેશિક ડ્રામા ફિલ્મ ‘ભૌંસલે’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે.

.આ ઉપરાંત સાઉથના અભિનેતા વિજય સેતુપતિને તમિલ ફિલ્મ ‘સુપર ડિલકસ’ માટે બેસ્ટ સપોટીંગ એવોર્ડ, બેસ્ટ સપોર્ટીંગ એકટ્રેસનો એવોર્ડ સાઉથની એકટ્રેસ પલ્લવી જોષીને ફિલ્મ ‘ધી તાશ્કંદ ફાઈલ્સ’ માટે એવોર્ડ અપાયો હતો. જયારે અન્ય પુરસ્કારોની વાત કરીએ તો સર્વશ્રેષ્ઠ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ માટે સિકકીમ રાજયને, સિનેમા પર શ્રેષ્ઠ પુસ્કત માટે સંજય સૂરી રચિત ‘એ ગાંધીયન અફેર: ઈન્ડીયાઝ કયુરિયસ પોર્ટ્રેયલ ઓફ લવ ઈન સિનેમા’, સર્વશ્રેષ્ઠ ફિલ્મ સમીક્ષક સોહિની ચટ્ટોપાધ્યાયને નેશનલ એવોર્ડથી સન્માનીત કરાયા છે.

ફિચર ફિલ્મ્સ સ્પેશ્યલ પેન્શનમાં ‘બિરયાની’ (મલયાલમ), જોના કી પોરુઆ (અસમિયા), લતા ભગવાન કારે (મરાઠી), ‘પિકાસે’ (મરાઠી)નો સમાવેશ થાય છે. જયારે બેસ્ટ ફિલ્મોમાં પિંજારા, પનિયા ફિલ્મ કેંજીરા, મિશિંગ, ફિલ્મ અનુ રૂવાદ, ખાસી ફિલ્મ લેવદહ, હરિયાણવી, ફિલ્મ છોરીયા છોરોં સે કમ નહીં હોતી, છતીસગઢી ફિલ્મ ભુલાન થે માજે તેલુગુ ફિલ્મ જર્સી, તમિલ ફિલ્મ અસુરત, મરાઠી ફિલ્મ બાર્દો, બંગાલી ફિલ્મ ગુમનામનો સમાવેશ થાય છે.

નોન ફીચર ફિલ્મ કેટેગરીમાં બેસ્ટ ફિલ્મોમાં નરેશનમાં વાઈલ્ડ કર્ણાટક, સર ડેવિડ અટેન્બર્ગ, એડીટીંગમાં શટઅપ સોના, અર્જુન ગૌરી સરાઈ, ઓટો બાયોગ્રાફી રાધા, એલ્વીન ટેગો અને સંજય મૌર્યા, ઓન લોકેશન સાઉન્ડ રેકોર્ડીસ્ટ- રહસ, સપ્તર્ષિ સરકાર, સિનેમેટોગ્રાફી સોનસી, સવિતાસિંહ, ડાયરેકશન નોક, નોક, નોક, સુધાંશુ સરિયા, ફેમીલી વેલ્યુઝ- ઓરુ પાથિરા સ્વયતમ પોલે (મલયાલમ) શોર્ટ ફિકશન ફિલ્મ કસ્ટડી, સ્પેશ્યલ જયુરી એવોર્ડ, સ્મોલ સ્કેલ સોસાયટીઝ, એનીમેશન ફિલ્મ રાધા, ઈન્વેસ્ટીગેટીવ ફિલ્મ જકકલ, એકસપ્લોરેશન ફિલ્મ વાઈલ્ડ કર્ણાટક, એજયુકેશન ફિલ્મ એપલ્સ એન્ડ સકલ ઈશ્યુઝ- હોલી રાઈટસ, લાડલી, સ્ટેટ અવાને શ્રી મન્નારાવણ (કન્નડ), કોરિયોગ્રાફી મહર્ષિ (તેલુગુ) સ્પેશ્યલ જરૂરી એવોર્ડ ઓત્થા સેરુપ્પુસાઈઝ-7 (તમિલ), લિરિકસ- કોલંબી (મલયાલમ), ઓરીજીનલ સ્ક્રીન પ્લે જયેષ્ઠોપુત્રી, એડોપ્ટેડ સ્ક્રીન પ્લે- ગુમનામી, ડાયલોગ રાઈટર- ધી તારકંટ ફાઈલ્સ, સિનેમેટોગ્રાફી- જલ્લી કટ્ટુ, ફિમેલ પ્લેબેક સીંગર બાર્દો, મેલ પ્લેબેક સીંગર બી પ્રાક- તેરી મિટ્ટી, ડાયરેકશન- બહતર હુરે, ચિલ્ડ્રન ફિલ્મ- કસ્તુરી.ઉપરોક્ત ફિલ્મો, કલાકારો- કસબીઓને શ્રેષ્ઠનો એવોર્ડ મળ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement