પશ્ર્ચાતાપનો પ્રેરક પ્રયોગ : મણિયાર દેરાસરમાં સૌપ્રથમવાર શ્રાવક-શ્રાવિકાઓના ચરણ પ્રક્ષાલન કરતાં સંઘના હોદ્દેદારો

25 October 2021 05:11 PM
Rajkot
  • પશ્ર્ચાતાપનો પ્રેરક પ્રયોગ : મણિયાર દેરાસરમાં સૌપ્રથમવાર શ્રાવક-શ્રાવિકાઓના ચરણ પ્રક્ષાલન કરતાં સંઘના હોદ્દેદારો
  • પશ્ર્ચાતાપનો પ્રેરક પ્રયોગ : મણિયાર દેરાસરમાં સૌપ્રથમવાર શ્રાવક-શ્રાવિકાઓના ચરણ પ્રક્ષાલન કરતાં સંઘના હોદ્દેદારો

આ. શ્રી યશોવિજયસૂરીજી મ. આદિની નિશ્રામાં નૂતન ઉપાશ્રયનું ભૂમિ શુધ્ધિકરણ અનુષ્ઠાન યોજાયું

* ટ્રસ્ટીઓ-હોદ્દેદારોએ સંઘના શ્રાવક-શ્રાવિકાના દુધ-જળ વડે પગ ધોયા પછી તે જળથી સ્નાન કરી પશ્ર્ચાતાપ ભાવ વ્યકત કર્યો : આચાર્ય મહારાજના કેસર જળથી ચરણ પ્રક્ષાલન કરાયું : સ્નાત્રપૂજા, માણિભદ્ર કળશ આગમન સહિતના ધાર્મિક આયોજનો સંપન્ન

રાજકોટ, તા. 25
રાજકોટ તપગચ્છ જૈન સંઘ દ્વારા સંચાલિત 75 વર્ષ પ્રાચીન ચિંતામણી પાર્શ્ર્વનાથ જિનાલયના નૂતન ઉપાશ્રયની જગ્યા પર ગઇકાલે તા. 24મીના રવિવારે સવારે આચાર્ય ભગવંત પૂ. શ્રી યશોવિજયસૂરીશ્ર્વરજી મ. આદિ ઠાણા તથા સાધ્વીરત્ના પૂ. સૌમ્યરસાશ્રીજી મ. આદિ ઠાણા 7ની નિશ્રામાં ભૂમિ શુધ્ધિકરણ અનુષ્ઠાન તથા ભવ્યાતિભવ્ય સ્નાત્ર મહોત્સવ તથા શ્રી માણિભદ્ર કળશ આગમન, સંઘના તમામ શ્રાવક-શ્રાવિકાઓનું ચરણ પ્રક્ષાલનથી સંઘ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

મણિયાર દેરાસરે સવારે સ્નાત્ર મહોત્સવ બાદ મણિયાર દેરાસરના ક્ધવીનર અરૂણભાઇ દોશીના નિવાસ સ્થાનેથી માણિભદ્ર વીર કળશનું મણિયાર દેરાસર સુધીની યાત્રા યોજાઇ હતી જેમાં સંઘના શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. આ. ભ. પૂ. શ્રી યશોવિજયસૂરીજી મ.એ ઉપાશ્રયની મહત્તા શા માટે છે તે વિષય પર પ્રવચન ફરમાવ્યું હતું.

ત્યારબાદ દરેક શ્રાવક-શ્રાવિકાઓનું દૂધ-પાણીથી સંઘના ટ્રસ્ટીઓ, કમીટી મેમ્બરો દ્વારા ચરણ પ્રક્ષાલન કરવામાં આવેલ અને આ. ભ. શ્રીનું કેસર જળથી ચરણ પ્રક્ષાલન કરવામાં આવેલ હતું. ટ્રસ્ટીઓ તથા કમીટી મેમ્બરોએ શ્રાવક-શ્રાવિકાઓના ચરણ પ્રક્ષાલન થયા બાદના જળથી સ્નાન કરીને પશ્ર્ચાતાપની ભાવના દર્શાવી હતી. કોઇનું જાણતા-અજાણતા અપમાન થઇ ગયું હોય કે અન્ય ગેરસમજ થઇ હોય તેવા ભાવ સાથે પશ્ર્ચાતાપ કર્યો હતો.

આ પ્રસંગે જીતુભાઇ ચાવાળા, પંકજભાઇ કોઠારી, જયંતભાઇ મહેતા, જીતુભાઇ મારવાડી, અરૂણભાઇ દોશી, કેતનભાઇ ગોસલીયા, સતીષભાઇ જૈન, હીરાભાઇ શાહ, જીતુભાઇ વસા, ગિરીશ મહેતા સહિતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement