આમાં કયાંથી સમયસર ન્યાય મળે?: દેશની હાઈકોર્ટમાં જજની 454 જગ્યા ખાલી

25 October 2021 05:12 PM
India
  • આમાં કયાંથી સમયસર ન્યાય મળે?: દેશની હાઈકોર્ટમાં જજની 454 જગ્યા ખાલી

સુપ્રીમ કોર્ટે 100થી વધુ નામો મોકલ્યા પણ સરકારે ગણ્યાગાંઠયા નામોને જ મંજુરી આપી: ન્યાયાધીશોની કમીના કારણે સુનાવણીમાં વિલંબથી અનેક લોકો જેલમાં સબડે છે

નવી દિલ્હી તા.25
દેશની હાઈકોર્ટમાં જજોની સંખ્યા પુરી કરવા માટે સુપ્રીમ કોર્ટના પ્રયાસે છતાં જજોની ખાલી જગ્યાઓમાં ઘટાડો નથી થતો, દેશની 25 હાઈકોર્ટમાં જજોની 454 જગ્યાઓ ખાલી છે, આ ખાલી જગ્યાઓના કારણે ન્યાયિક કામોમાં વિલંબ થઈ રહ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમણની અધ્યક્ષતાવાળી કોલેજીયમે ગત મહિને હાઈકોર્ટ માટે 100થી વધુ નામો કેન્દ્ર સરકારને મોકલ્યા છે પરંતુ તેમાંથી કેન્દ્ર સરકારે કેટલાક નામોને જ મંજુરી આપી છે. કેન્દ્ર સરકારે હાઈકોર્ટના જજ અને મુખ્ય ન્યાયાધીશની બદલીને મંજુરી આપીને આઠ જજો અને એક વકીલને સીધી સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન અને નિયુક્તિ આપી દીધી છે. પરંતુ હાઈકોર્ટના નામ પર સરકાર ખૂબ જ ધીમી ગતિથી કામ કરી રહી છે. આ દરમિયાન હાઈકોર્ટમાં જજ રિટાયર પણ થઈ રહ્યા છે.

અલ્હાબાદ હાઈકોર્ટમાં સૌથી વધુ 83 ખાલી જગ્યા: સૌથી વધુ વેકેન્સી અલ્હાબાદ હાઈકોર્ટમાં છે, જયાં ન્યાયાધીશોની અધિકૃત સંખ્યા 160 છે પણ ત્યાં હાલ 69 જજ જ કામ કરે છે. જો કે રાષ્ટ્રપતિએ અલ્હાબાદ હાઈકોર્ટમાં આઠ વધુ વકીલોને જજ તરીકે નિયુક્ત કર્યા છે. જેથી કુલ ન્યાયાધીશોની સંખ્યા 77 થઈ ગઈ છે તેમ છતાં જજની 83 જગ્યા ખાલી છે. આ ખાલી જગ્યાઓના કારણે અપરાધીક અપીલોની સુનાવણીમાં નંબર જ નહીં આવવાથી લોકો જેલમાં પડયા છે.

દિલ્હી હાઈકોર્ટમાં જજની 29 જગ્યા ખાલી: દિલ્હી હાઈકોર્ટમાં જજના 60 પદ છે પણ અહી 31 જજ જ કામ કરી રહ્યા છે. આ જ રીતે આવી અનેક હાઈકોર્ટમાં ન્યાયાધીશો છે. પટણા હાઈકોર્ટમાં 19 જગ્યા ખાલી: આ જ રીતે પટણા હાઈકોર્ટમાં 53 જગ્યા ખાલી છે. અહી માત્ર 34 જજો જ કામ કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement