ડ્રગ્સકાંડમાં તોડ ! ગાંધીનગરથી તપાસના આદેશ: ત્રણ અધિકારીઓ વચ્ચે ‘તિરાડ’

25 October 2021 05:13 PM
Rajkot Crime Gujarat
  • ડ્રગ્સકાંડમાં તોડ ! ગાંધીનગરથી તપાસના આદેશ: ત્રણ અધિકારીઓ વચ્ચે ‘તિરાડ’

‘સાંજ સમાચાર’ના પર્દાફાશ બાદ છોડી મુકેલાને ‘રાતોરાત’ ઉઠાવી લેવાયા

હાથ કાળા કરનારા અધિકારીને આરોપીઓએ ‘સવાલ’ કરતાં ફરજ નિભાવનારા સાથે જામી પડી, એક ઉપરી અધિકારી સાથે પણ ચડભડ: પોલીસ બેડામાં જોરદાર ચર્ચા

રાજકોટ, તા.25
રાજકોટના એક આશાસ્પદ ક્રિકેટર અને તેની પૂર્વ પત્નીને ડ્રગ્સના રવાડે ચડાવી દેવાયા અને ત્યારપછી તે ક્રિકેટર ઘર છોડીને ચાલ્યો જતાં તેની માતાએ સમગ્ર મામલાને ઉજાગર કર્યા બાદ ડ્રગ્સનું બિન્દાસ્ત વેચાણ કરતાં લોકો ઉપર પોલીસે મને-કમને તવાઈ ઉતારવી પડી હતી. જો કે આ તવાઈ જાણે કે ‘ફિક્સ’ હોય તેવી રીતે આ કાંડમાં સંડાવાયેલા બે ‘પેડલર’ને બચાવવા માટે તોડ થયાનો અહેવાલ ‘સાંજ સમાચાર’માં પ્રસિદ્ધ થતાં ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે તો આ બધાની વચ્ચે ત્રણ અધિકારીઓ વચ્ચે ‘તોડ’ને લઈને રીતસરની ‘તિરાડ’ પડી ગયાની કાન ફાડી નાખે તેવી ચર્ચાએ જોર પકડી લીધું છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રેસકોર્સ રોડ ઉપર આવેલી એક હોટેલમાંથી ક્રિકેટર આકાશ અને તેની પૂર્વ પત્ની અમી કથિત ડ્રગ્સ સાથે મળી આવ્યા હતા. આ વેળાએ તેની સાથે ડ્રગ્સ પેડલર ઈરફાન પટણી પણ પોલીસને હાથ લાગ્યો હતો પરંતુ તેને ‘પેડલર’ની જગ્યાએ ‘સાહેદ’ મતલબ કે સાથે જ હોવાનું તેમજ દરોડો પડ્યો ત્યારે રૂમમાં હાજર અન્ય એક વ્યક્તિનું નામ નહીં ખૂલવા દેવાના બદલામાં મહત્ત્વની બ્રાન્ચે 17 લાખ જેટલો તોડ કર્યો હોવાની આશંકા ‘સાંજ સમાચાર’માં વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગેનો ધગધગતો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તેના પડઘા ગાંધીનગર સુધી સંભળાયા હતા

અને ત્યાંથી જવાબદાર પોલીસ અધિકારીઓ પાસે આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત શનિવારે જ ડ્રગ્સ પેડલર ઈરફાન પટણીને ડ્રગ્સ સપ્લાય કરવાના ગુનામાં ઉઠાવી લેવામાં આવ્યો હતો. બીજી બાજુ એવી ચર્ચા પણ સંભળાઈ રહી છે કે જો કે આ ધરપકડ બાદ ‘તોડ’માં હાથ કાળા કરનારા અધિકારીને આરોપીઓએ ‘સેટિંગ’ થઈ ગયું છતાં ધરપકડ શા માટે ? એવો સવાલ પૂછતાં એ અધિકારી ‘ફિક્સ’માં મુકાઈ ગયા હતા અને આ સઘળી વિગતો ફરજ નિભાવનારા અધિકારીના ધ્યાન પર આવી જતાં પોલીસમાં અંદરોઅંદર જામી પડી હતી.

આ ઉપરાંત અન્ય એક પીઆઈ અને એક ઉચ્ચ અધિકારીએ પણ કથિત રીતે ‘તોડ’ કરનાર પોલીસ અધિકારીનો ઉધડો લીધાનું બહાર આવી રહ્યું છે. એકંદરે આ મુદ્દાને લઈને અત્યારે પોલીસબેડામાં જોરદાર ચર્ચા અને અટકળો વહેતી થઈ ગઈ છે તો બીજી બાજુ ગાંધીનગર સ્તરેથી તપાસનો આદેશ છૂટ્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ પણ આ મુદ્દે ઝંપલાવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે મહેનત-મશ્ક્કત શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. એવી પણ સંભાવના છે કે આ મુદ્દે ટૂંક સમયમાં મોટા ધડાકા-ભડાકા સંભળાઈ શકે છે અને દિવાળી પહેલાં જ પોલીસ બેડામાં ‘તોડકાંડ’નો ‘બોમ્બ’ ફૂટી જતાં દોડધામ મચી જવા પામી છે.

ડ્રગ્સ સપ્લાય૨ ઈ૨ફાનને કોર્ટમાં ૨જૂ ક૨ાયો : પોલીસ ૨ીમાન્ડ માંગશે
૨ાજકોટ : ૨ેસકોર્ષ ૨ોડ પ૨ની હોટલમાંથી ક્રિકેટ૨ યુવાન આકાશ અને તેની પૂર્વ પત્ની અમી ડ્રગ્સ ભ૨ેલા ઈન્જેકશન સાથે મળી આવ્યા હતા તેની સાથે કોલ્ડ્રીંક્સનો વેપા૨ી ઈ૨ફાન પટણી પણ મળી આવ્યો હતો. જો કે તેને પહેલા સાહેદ ત૨ીકે દર્શાવ્યા બાદ પત્રકા૨ સોસાયટી મેઈન ૨ોડ પ૨થી ફોર્ચ્યુન કા૨માં ડ્રગ્સ લઈ બેઠેલા જુનાગઢના મયુ૨ ખત્રીસ અને સોયબ મામટીને એસઓજીએ 0.45 ગ્રામ મ્યાઉ-મ્યાઉ જેવા ગણાતા ડ્રગ્સ કેથીનોના સમરૂપકો સાથે ઝડપી લેવાયા હતા આ ડ્રગ્સ ઈ૨ફાન ઉર્ફે ૨ઘુ પટણી (૨હે. ઘાંચીવાળ) એ આપ્યું હોવાનું ખુલતા ગાંધીગ્રામ પોલીસે ઈ૨ફાનને હસ્તગત ર્ક્યો હતા આજે તેને કોર્ટમાં ૨જૂ ક૨ાયો છે. પીઆઈ કે. એ. વાળાના જણાવ્યા મુજબ પોલીસ આ૨ોપીના રિમાન્ડની માંગ ક૨શે અને ત્યા૨બાદ ઈ૨ફાન ક્યાંથી અને કોની પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો અને મયુ૨ સિવાય અન્ય કોઈને ડ્રગ્સ પહોંચાડયું હતુ કે કેમ ? તે અંગે પુછપ૨છ ક૨ી તપાસ આગળ વધા૨શે.


Related News

Loading...
Advertisement
Advertisement