ઈલેકટ્રોનિક એપ્લાયન્સમાં દિવાળીની રોનક: અપગ્રેડ અને પ્રિમિયમ પ્રોડકટની માંગ વધુ

25 October 2021 05:15 PM
Rajkot Gujarat
  • ઈલેકટ્રોનિક એપ્લાયન્સમાં દિવાળીની રોનક: અપગ્રેડ અને પ્રિમિયમ પ્રોડકટની માંગ વધુ

ગ્રાહકોને ઓનલાઈન ખરીદી પર વિશ્ર્વાસ ઓછો: 8 થી 10 ટકા ભાવ વધારો: દિવાળી પર બમ્પર ઓફર અને કેશબેકનો લાભ મળશે

રાજકોટ તા.25
પ્રકાશનું પર્વ દિવાળી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બજારમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીની કારણે બે વર્ષથી દિવાળીની ઉજવણી પર પ્રતિબંધ લાગી ગયો હતો. આ વર્ષે કોરોના કેસ ઘટતા દિવાળીની રોનક બજારમાં જોવા મળી રહી છે. દિવાળીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ મહાપર્વ હોવાથી આ દિવસોમાં ખાસ વસ્તુ ખરીદવાનું પસંદ કરે છે.

ત્યારે આ વર્ષ ઈલેકટ્રોનીક માર્કેટ પણ ધીમે ધીમે બેઠુ થઈ રહ્યું છે. લોકો નવા ઘરની ખરીદી કરે છે ત્યારે નવી વસ્તુ ખરીદે છે. હવે લોકો અપગ્રેડ થઈ રહ્યા છે. આથી નવી ટેકનોલોજી અને નવા ફીચર્સ વાળી વસ્તુ ખરીદવા ઉમટી પડયા છે. ખાસ કરીને દિવાળી સમયે યાદગીરી રૂપે ટીવી, ફ્રીઝો, વોશીંગ મશીન જેવા અનેક ઈલેકટ્રોનીક અપ્લાયન્સ ખરીદે છે.

હાલ દિવાળીનું માર્કેટ ઠંડુ જોવા મળી રહ્યું છે. પરંતુ વેપારીઓનું કહેવું છે તા.25 બાદ ઈલેકટ્રોનીક બજારમાં રોનક જોવા મળશે. હાલ દિવાળીને લઈ લોકો એડવાન્સ બુકિંગ કરી રહ્યા છે. બજારમાં વેપારીઓનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. દિવાળીને લઈ ઈલેકટ્રોનિકના વેપારીઓએ બમ્પર ઓફરો પણ ગ્રાહકો માટે જાહેર કરી છે.

દરવર્ષની સરખામણીએ 2 થી 3 ટકા વધુ બુકિંગ: કિરણ ઈલેકટ્રોનીકસ
કિરણ ઈલેકટ્રોનીક એલજી બેસ્ટ શોપના રાજુભાઈ પટેલ જણાવે છે કે લોકો પ્રિમિયમ પ્રોડકટની માંગ વધુ કરી રહ્યા છે. અત્યારે દિવાળીને લઈ ધડાધડ બુકિંગ થઈ રહ્યું છે. સ્ટોક અત્યારે તો ફુલ છે પરંતુ દિવાળી સમયે ઘટે તેવો ડર પણ છે. ઈમ્પોર્ટમાં સમસ્યા સર્જાતા માલની અછત સર્જાય શકે છે. હાલ લોકો અપગ્રેડ થઈ રહ્યા છે. આથી જુની વસ્તુ બદલી નવી ટેકનોલોજી વાળી વસ્તુ ખરીદી રહ્યા છે. જેમાં 55.65 ઈંચના એલઈડી ટીવી મોટા ફ્રીઝ, વોશીંગ મશીન (7-8 કિલોના) આ વર્ષે દિવાળી સારી જશે લોકોમાં દિવાળીને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષની સરખામણીએ 2-3 ટકા બુકિંગ વધ્યું છે. સામે 8થી 10 ટકા ભાવ વધારો પણ નોંધાયો છે. પરંતુ ગ્રાહકો માટે સ્કીમ અને ઓફરો રાખેલ હોવાથી ખરીદી માટે વધુ આકર્ષાય છે. જેમાં લકકી ડ્રો, કેશબેક, સહિતની અનેક ઓફરોનો લાભ દિવાળીએ પણ મળી શકે છે.

ઓનલાઈન માર્કેટ કરતા રીટેલ બજારમાં ગ્રાહકોને 5 થી 7 હજારનો ફાયદો થાય: વિજય ઈલેકટ્રોનીકસ
વિજય ઈલેકટ્રોનીકસ વાળા અલ્પેશભાઈ પટેલ જણાવે છે કે ઓનલાઈન ખરીદી તરફ લોકો વળ્યા છે. પરંતુ તેની અસર અમારી માર્કેટ પર નથી પડી. ઓનલાઈન કરતા બજારોમાં વસ્તુ સસ્તી મળે છે. સાથે સાથે અનેક ઓફરોનો ફાયદો પણ મળે છે. નાના ગ્રાહકો ઓનલાઈન ખરીદીથી વધુ ભરમાય છે. ઓનલાઈન બજાર અને રીટેલ બજારના ભાવમાં 5થી 7 હજારનો ફેરફાર જોવા મળે છે. દિવાળીને લઈ એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. પરંતુ દિવાળી નજીક આવતા બુકિંગમાં વધારો થશે. લોકો નવા ઘરની ખરીદી કરે છે. એટલે નવી વસ્તુ વસાવવા માંગે છે. આથી લોકો નવી ટેકનોલોજી વાળી વસ્તુ ખરીદી કરી રહ્યા છે. જેમ કે અપગ્રેડ વોશીંગ મશીન, ફ્રીઝ, એલઈડી ટીવી, જેવી ખરીદી પર આ દિવાળી પર અનેક ઓફરો અને કેશબેકનો લાભ ગ્રાહકોને મળશે.


Related News

Loading...
Advertisement
Advertisement