દિવાળી જામશે; સ્ટોલની અરજીઓમાં વધારો

25 October 2021 05:21 PM
Rajkot
  • દિવાળી જામશે; સ્ટોલની અરજીઓમાં વધારો

પૂરા રાજયમાં માત્ર રાજકોટમાં કોર્પો.ની લાયસન્સ ફી ‘0’! : લાયસન્સ માટે 98 માંગણી આવી ગઇ : પરાબજાર, નાના મવા સહિત પાંચ રોડ પર હંગામી ફાયર સ્ટેશન બનશે

રાજકોટ, તા.25
રાજકોટ મહાનગરમાં કોરોનાનો ભય ઓછો થતા દિવાળીની ચમક દેખાવા લાગી છે. ફટાકડાના વેપાર માટે ધંધાર્થીઓ અને લોકોમાં પણ ઉત્સાહ દેખાતા લોકો કોરોનાને ભુલવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં ફટાકડાના લાયસન્સ માટે કોર્પો.માં 98 જેટલી અરજી આવી ગઇ છે.

મહાપાલિકાની ફાયર શાખામાં તાજેતરમાં દિવાળી પર ફટાકડા વેચવા માંગતા વેપારીઓએ લાયસન્સ માટે પરવાનગી માંગતી અરજીઓ લેવાનું શરૂ કર્યુ હતું. આજ સુધીમાં આવી 98 અરજી મળી છે. જોકે મોટા ભાગના સીઝનલ ધંધાર્થીએ દિવાળીના છેલ્લા પાંચેક દિવસ માટે પરવાનગી માંગી છે. પૂરા રાજયમાં કદાચ રાજકોટ એક માત્ર એવું શહેર છે કે જયાં ફટાકડાના લાયસન્સ માટે મનપા દ્વારા ચાર્જ લેવાતો નથી. જોકે પોલીસ દ્વારા લાયસન્સ ફી લેવામાં આવે છે.

ગત વર્ષે શહેરમાં ફાયર એનઓસી માટે સવાસો જેટલી અરજી આવી હતી. આ વર્ષે આ સંખ્યા વધે તેમ છે. દર વર્ષની જેમ આ દિવાળીએ પણ બે દિવસ માટે પરાબજાર, ફુલછાબ ચોક, પંચાયત ચોક, સંત કબીર રોડ અને નાના મવા રોડ પર ફાયર ટેન્ડર સાથેના હંગામી સ્ટેશન ઉભા કરવામાં આવશે. ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે કોઇ ધંધાર્થીઓને દુકાન નજીકના સબ સ્ટેશન પર સામાન ન રાખવા અને સુશોભન ન રાખવાની અપીલ કરવા સાથે સુચના પણ આપી છે.


Related News

Loading...
Advertisement
Advertisement