જ્હોન અબ્રાહમ સ્ટારર ‘સત્યમેવ જયતે-2’નું ટ્રેલર આજે રિલીઝ

25 October 2021 05:25 PM
Entertainment India
  • જ્હોન અબ્રાહમ સ્ટારર ‘સત્યમેવ જયતે-2’નું ટ્રેલર આજે રિલીઝ

ફિલ્મના પોસ્ટરે ચર્ચા ઊભી કરી

મુંબઈ : જ્હોન અબ્રાહમ સ્ટારર ‘સત્યમેવ જયતે’ ટિકિટબારી પર સફળ થતા આ ફિલ્મની સિકવલ ‘સત્યમેવ જયતે-2’ બનાવાઈ છે. હવે આ સિકવલનું ટ્રેલર અને પોસ્ટર મેકર્સ આજે રિલીઝ કરશે. સિકવલમાં જ્હોન અબ્રાહમ લખનૌમાં ભ્રષ્ટાચાર સામે લડતો દર્શાવાયો છે. આ ફિલ્મનું પોસ્ટર ચર્ચાનો વિષય બન્યું છે.

‘સત્યમેવ જયતે-2’માં એકશન, ડ્રામા, ડાયલોગબાજી બધું છે. જે દર્શકોનું ધ્યાન ખેંચશે. આ બારામાં જ્હોન અબ્રાહમ કહે છે-મને ખુશી છે કે મહારાષ્ટ્ર સહિત દેશમાં સિનેમા હોલ ખુલી ગયા છે. જેથી ઓડિયન્સ મોટા પરદે સત્યમેવ જયતે-2ને માણી શકશે. આ ફિલ્મની હીરોઇન દિવ્યા ખોલસા કુમાર છે.

જ્હોન અને મિલાપ (ડિરેક્ટર) સાથે કામ કરવું આનંદદાયક રહ્યું. સત્યમેવ જયતે લોકપ્રિય ફિલ્મ હતી અને તેના બીજા ભાગ માટે પણ હું આશાવાદી છું. હું આશા રાખું છું કે દર્શકોને મારું કામ ગમશે.

ડિરેક્ટર મિલાપ ઝવેરી જણાવે છે-હું જિંદગીભર કોમર્શિયલ મસાલા ફિલ્મોનો ચાહક રહ્યો છું. સત્યમેવ જયતે-2 દ્વારા મારો દર્શકોને મનોરંજન આપવાનો પ્રયાસ છે. આ ફિલ્મ 25 નવેમ્બર 2021નાં રજૂ થઇ શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement