ઉત્સાહી મંત્રીથી સિનિયર અધિકારીઓ નારાજ :જાહેરમાં તો ખખડાવોમાં

25 October 2021 05:31 PM
Gujarat
  • ઉત્સાહી મંત્રીથી સિનિયર અધિકારીઓ નારાજ :જાહેરમાં તો ખખડાવોમાં

રાજ્યના કેટલાક નવા મંત્રીઓ એટલા ઉત્સાહી છે કે તેઓ રાતોરાત બધુ બદલવા આવ્યા હોય તે રીતે કામ કરે છે. તે જોઇને અધિકારીઓ મુંઝમાં હસે છે કે નવો જમાદાર આવે તો આવી જ રીતે વર્તતો હોય છે પણ ધીમે ધીમે બધુ થાળે પડી જતું હોય છે છતાં પણકેટલાક સિનિયર અધિકારીઓને ફરિયાદ છે કે નવા મંત્રીઓ સિંઘમ બનીને જે રીતે કામ કરવા માગે છે તેમાં તેઓ મીટીંગમાં તેમના જુનિયરની હાજરીમાં સિનિયરને ખખડાવી નંખાય છે અને કેમ કામ થતા નથી, મારી નજરમાં બધુ છે તેવા ડાયલોગ પણ ફટકારે છે. અધિકારીઓને ડાયલોગબાજી સામે વાંધો નથી પરંતુ તેમની ફરિયાદ એ છે કે જુનિયર અધિકારીઓ સાથે સિનિયરને ખખડાવવાથી સિનિયર્સનું મોરલ ડાઉન થશે એટલું જ નહીં પછી જુનિયર અધિકારીઓ પણ તેમના સિનિયરનું માનશે નહીં. ચેમ્બરમાં બોલાવીને તેઓ પોતાની વાત કહી શકે છે પરંતુ આવી મીટીંગો કે જ્યાં જુનિયર-સિનિયર હાજર હોય ત્યાં આ પ્રકારની સિંઘમગીરી યોગ્ય નથી. આ અંગે છેક મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડાય હોવાનું માનવામાં આવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement