અધિકારીઓનો હજુ મેળ ખાતો નથી

25 October 2021 05:35 PM
Gujarat
  • અધિકારીઓનો હજુ મેળ ખાતો નથી

રાજ્યમાં નેતૃત્વ બદલાયા બાદ અનેક અધિકારીઓ ગોડફાધર વગરના થઇ ગયા છે અને તેઓ હવે નવા નેતૃત્વ-નવી સરકાર અને નવા મંત્રીઓની કૃપા મેળવવા માટે પ્રયત્ન કરે છે જેથી બદલીનો રાઉન્ડ આવે તો હડફેટે ચડી જવાય નહીં પરંતુ ક્યાંથી શરુ કરવું તે તેઓને ખ્યાલ આવતો નથી. નવા મુખ્ય સચિવ પંકજ કુમાર તો કામથી કામ ધરાવે છે. તેઓ પોતાનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ પણ ધરાવતા નથી કે આ અધિકારીઓ તેમાં પોસ્ટ કરીને પોતાની માહિતી આપી શકે. પણ પરિસ્થિતિ એ છે કે બદલીની ચર્ચા પણ થતી નથી. દિવાળી નજીક આવી ગઇ હજુ કોઇ મોટા ઓર્ડર થયા નથી અને મુખ્યમંત્રીના મનમાં શું રમી રહ્યું છે તે પણ કોઇ જાણી શકતું નથી. અગાઉ તો બદલી પૂર્વે ઘણીબધી હીન્ટ મળી જતી હતી અને અધિકારીઓ પોતાના ઓર્ડર કરેકશન પણ કરાવી શકતા હતા પરંતુ હાલ બદલી થશે કે કેમ ? તે પણ પ્રશ્ન છે. જે અધિકારીઓ અગાઉની સરકારના માનીતા હતા તેઓ પોતાના સ્થાન પર મન લગાવીને કામ કરી શકતા નથી અને માનીતા અધિકારીઓ મનગમતુ પોસ્ટીંગ ક્યારે મળે તેની ચિંતામાં સૂઇ શકતા નથી.


Related News

Loading...
Advertisement
Advertisement