ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા આંગડીયાપેઢીના કર્મચારી સહીત છ પકડાયા

25 October 2021 05:55 PM
Rajkot Crime
  • ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા આંગડીયાપેઢીના કર્મચારી સહીત છ પકડાયા
  • ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા આંગડીયાપેઢીના કર્મચારી સહીત છ પકડાયા

રાજકોટમાં બે સ્થળે દરોડામાં રોકડ ટીવી, સેટઅપ બોકસ, મોબાઇલ ફોન સહિત રૂા. 1.55 લાખનો મુદ્દામાલ કબજે: ક્રાઈમ બ્રાંચનો મવડી પ્લોટના મકાનમાં દરોડો અને યુનિવર્સીટી પોલીસેનો ફ્લેટમાં દરોડો

રાજકોટ તા 25
રાજકોટમાં બે સ્થળે દરોડામાં રાજકોટના ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા આંગડીયાપેઢીના કર્મચારી સહીત છ પકડાયા છે.યુનિવર્સીટી રોડ ઉપર આવેલ જય એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડો પાડી ભારત - પાકિસ્તાન વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમતા રાજકોટ,વાંકાનેર અને જામજોધપૂરના ચાર શખ્સોને પડકી લઇ રૂ.47 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે ક્રાઈમ બ્રાંચે મવડી પ્લોટમાં આવેલ માયાણીનગરમાં મકાનમાં દરોડો પાડી બે શખ્સોને રોકડ સહીત રૂ.1.08 લાખના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

પ્રથમ દોરોડામાં ક્રાઈમ બાંચના સ્ટાફે બાતમીના આધારે મવડી પ્લોટમાં વેશ્વેશ્વરનગર મેઈન રોડ ઉપર માયાણી નગર-5 માં ચામુંડા પાનની બાજુમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ ગોવિંદભાઈ ગોહેલ (ઉવ 42)ના ઘરે દરોડો પાડી મકાન માલિક રાજેશ સાથે અને ગુંદાવાડી શેરી નંબર 2 માં જયેશટાંકના મકાનમાં ભાડેથી રહેતા અને વીશ્વમ આંગડીયા પેઢીમાં નોકરી કરતા પ્રશાંત અશોક જોબનપુત્ર (ઉવ 33)ની ધરપકડ કરી રૂ.1.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ બન્ને શખ્સો કેપીટલબેટ9.કોમ અને રાજવીર101.કોમ નામની આઈડી ઉપર સટ્ટો રમતા હતા.ક્રાઈમ બ્રાંચના પી.આઈ.વી.કે.ગઢવી સાથે પી.એસ.આઈ પી.એમ.ધાખડા સાથે સ્ટાફના નગીનભાઈ ડાંગર,વીરેન્દ્રસિંહ ઝાલા,સંજયભાઈ રૂપાપરા સાહિતના સ્ટાફે કામગીરી કરી હતી

બીજા દરોડામાં યુનિવર્સિટી રોડ પર ભારત ડેરી પાસે આવેલા જય એપાર્ટમેન્ટનાં ફલેટ નં. 203માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી-20વર્લ્ડ કપની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ - 2(યુનિવર્સીટી) પોલીસ મથકના પી.આઈ એ.એસ.ચાવડા, પી.એસ.આઈ એ.બી.જાડેજા, સાથે રાજેશભાઇ એન મિયાત્રા, યુવરાજસિંહ આર.ઝાલા, તથા પો.કોન્સ જેન્તીગીરી ગૌસ્વામી, બલભદ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દિપકભાઇ ચૌહાણ, બ્રિજરાજસિંહ ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.જ્યાંથી જય એપાર્ટમેન્ટનાં ફ્લેટ ભાડે રાખી રહેતા રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાટર્સ નંબર 726 ભગતસિંહજી ગાર્ડન નજીક રહેતા હિરેન ભુપતભાઇ પરમાર ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાનું ખુલ્યું હતું.

દરોડામાં પોલીસે હિરેન ઉપરાંત વાંકાનેર આરોગ્યનગર શેરી નંબર 2 ગાયત્રી મંદિર પાસે રેતા દિનેશ રાયસિંગભાઈ પતરીયા, મૂળ જામજોધપુરના વડાળા ગામના વતની અને રાજકોટમાં યુનિવર્સીટી રોડ ઉપર યોગેશ્વર પાર્કમાં રહેતા અંકિત અશ્વિનભાઇ ડઢાણીયા અને જામજોધપુરરેલ્વે સ્ટેશન રોડ ઉપર મનહર કોપ્લેક્ષ બાજુમાં રહેતા કિશન મહેન્દ્રભાઇ કડીવાર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ટીવી, સેટઅપ બોકસ, છ મોબાઇલ ફોન સહિત રૂા. 47,500નો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ તપાસ હિરેન પરમાર અગાઉ પ્રોહિબીશનનાં ગુનામાં પણ પકડાઈ ચૂક્યાનું ખુલ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement