અમદાવાદ અને લખનૌ ટીમની IPLમાં એન્ટ્રી: ગોએન્કા ગ્રુપ અને CVC કંપનીએ બાજી મારી : સત્તાવાર જાહેરાત

25 October 2021 08:01 PM
Sports
  • અમદાવાદ અને લખનૌ ટીમની IPLમાં એન્ટ્રી: ગોએન્કા ગ્રુપ અને CVC કંપનીએ બાજી મારી : સત્તાવાર જાહેરાત
  • અમદાવાદ અને લખનૌ ટીમની IPLમાં એન્ટ્રી: ગોએન્કા ગ્રુપ અને CVC કંપનીએ બાજી મારી : સત્તાવાર જાહેરાત

બંને ટીમની હરાજી થકી બીસીસીઆઈને થશે 12 હજાર કરોડ થી વધુની આવક: અદાણી અને મેન્ચેસ્ટર યુનાઇટેડ ટોપ-2માં પણ નહીં : અદાણી ગ્રૂપની લગાવેલ બોલી ૧૦૦ કરોડ ટુંકી પડી

દુબઈ :
આગામી આઈપીએલની નવી સિઝનમાં બે નવી ટીમો ઉમેરવાની જાહેરાત કર્યા બાદ આજે દુબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નવી ટીમોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં અગાઉ પુણે ની ટીમ ખરીદનારા ઉદ્યોગપતિ સંજીવ ગોએન્કાની "RPS ગોએંકા ગ્રુપે" એક ટીમની બીડ જીતી લેતા આઇપીએલમાં લખનૌની ટીમ રમતી જોવા મળશે. "ગોએન્કા ગ્રુપે" સાત હજાર કરોડમાં નવી ટીમ ખરીદી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઉપરાંત બીજી ટીમની હરાજીમાં લંડનની કંપની "CVC"એ પાંચ હજાર કરોડથી વધુની બોલી લગાવી બાજી મારી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓને અમદાવાદ ટીમની માલિકી હાંસલ થઈ છે. એવું પણ જાણવા મળે છે કે અમદાવાદ ટીમને ખરીદવા માટે ફેવરિટ ગણાતા અદાણી ગ્રૂપ ની બોલી ૧૦૦ કરોડ ની ટુંકી પડી હતી.

ઉલ્લેખનીય છે કે "ગોએન્કા ગ્રુપ"ની ટીમ આ પહેલા "રાઇઝિંગ પૂના સુપરજાયન્ટ" તરીકે બે વર્ષ માટે આઇપીએલમાં રમી ચુકી છે અને તેનું નેતૃત્વ મહેન્દ્રસિંહ ધોનીએ કર્યું હતું. આ હરાજીમાં દિગ્ગજ ગણાતી 20 જેટલી કંપનીએ ભાગ લીધો હતો જેમાં મેન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ કલબ, અદાણી ગ્રુપ સહિતના સામેલ છે. જો કે આ બંને ગ્રુપ ટોપ-2માં પણ નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement