ડોમેસ્ટિક એરલાઈન્સમાં એક જ દિવસમાં 3.40 લાખ મુસાફરોએ કર્યો પ્રવાસ

01 November 2021 11:05 AM
India Top News Travel
  • ડોમેસ્ટિક એરલાઈન્સમાં એક જ દિવસમાં 3.40 લાખ મુસાફરોએ કર્યો પ્રવાસ

* ગયા વર્ષે માર્ચ મહિના બાદ પ્રથમ વખત હવાઈક્ષેત્ર ખીલ્યું

* તહેવારોમાં ફલાઇટમાં ભીડ દેખાવા લાગી : એરપોર્ટ પર ધસારો

મુંબઈ,તા. 1
આ વર્ષે એક જ મહિનામાં દશેરા અને ત્યારબાદ દિવાળીને પગલે ડોમેસ્ટિક એરલાઈન્સે ઓક્ટોબરમાં બીજી વખત પેસેન્જર ટ્રાફીકમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. ડોમેસ્ટિક એરલાઈન્સે દશેરા બાદ રવિવારે 3.27 લાખ પેસેન્જર્સને વહન કર્યા હતા અને હવે દિવાળી પૂર્વે તેણે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે, શનિવારે 2500 ડોમેસ્ટિક ફલાઈટ્સ સાથે 3.38 લાખ પેસેન્જરોએ હવાઈ પ્રવાસ કર્યો હતો જે ગયા વર્ષે માર્ચ મહિના બાદ સૌથી વધુ છે.

ડોમેસ્ટિક પેસેન્જર ટ્રાફિકે આ મહિનામાં 6 દિવસ 3 લાખ મુસાફરોનો આંકડો પાર કર્યો છે. આ વર્ષે માર્ચ મહિનામાં પણ આવી જ સ્થિતિ હતી કે જ્યારે ડોમેસ્ટિક પેસેન્જર્સનો આંકડો દરરોજ 3 લાખ આસપાસ રહેતો હતો. પરંતુ કોરોનાની બીજી અતિ ભયાનક લહેરને પગલે તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સૈદાન એરલાઈન્સનાં એક અધિકારીએ જણાવ્યું કે અમે હજુ આગામી વિકેન્ડ માટે વધુ મુસાફરોની આશા રાખી રહ્યાં છીએ.

સામાન્ય રીતે રવિવારે ફલાઈટસમાં પ્રવાસીઓની સંખ્યા ખુબ વધુ જોવા મળી રહી છે. દિલ્હી-મુંબઈનાં મેટ્રોની જેમ એરપોર્ટ પર ભીડ જોવા મળી છે. મહત્વનું છે કે તહેવારોમાં થતી ભીડથી બચવા અનેક મુસાફરો મંગળવારે ફલાઈટસ બુકીંગ કરાવી રહ્યા છે. કારણ કે, આ મહિનામાં તમામ અઠવાડિયામાં આ દિવસે જ પેસેન્જરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જેના આંકડા જોઇએ તો 26 ઓક્ટોબર અને મંગળવારે 2.56 લાખ મુસાફરો નોંધાયા હતા જ્યારે સોમ અને બુધવારે ક્રમશ: 2.84 અને 2.66 લાખ પ્રવાસીઓએ ફલાઈટમાં મુસાફરી કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement