અમદાવાદ-વડોદરા હાઈવે પર વાહનો પર પથ્થરમારો થતા ભયનો માહોલ

03 November 2021 11:52 AM
Vadodara Gujarat
  • અમદાવાદ-વડોદરા હાઈવે પર વાહનો પર પથ્થરમારો થતા ભયનો માહોલ

પથ્થરમારાથી વાહનોને નુકસાન: જાનહાની નહીં: લૂંટના ઈરાદે પથ્થરો ફેંકાયાનું અનુમાન

વડોદરા તા.3
અમદાવાદ- વડોદરા એકસપ્રેસ વે પર સામરખા પાસે ગઈકાલે મંગળવારે રાત્રે વડોદરાથી અમદાવાદ જતા માર્ગ પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા વાહનો પર પથ્થરમારો કરવામાં આવતા ભયને માહોલ સર્જાયો હતો. આ બનાવમાં કોઈ જાનહાની નહોતી થઈ. આ બનાવ મામલે હાઈવે ઓથોરિટી અને આણંદ તથા ખેડા જિલ્લા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તુરત પેટ્રોલીંગ હાથ ધરાયું હતું. જોકે પોલીસને વાહનો પર પથ્થર મારો કરનાર અજાણ્યા શખ્સો હાથ નહોતા લાગ્યા.


Related News

Loading...
Advertisement
Advertisement