પોરબંદરના દરિયામાં આગ

09 November 2021 12:16 PM
Porbandar Rajkot
  • પોરબંદરના દરિયામાં આગ

ફીશીંગ બોટ સળગી : કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને બચાવ્યા

રાજકોટ,તા. 9
પોરબંદર પાસેના દરિયામાં ફીશીંગ બોટમાં આગ લાગતા રેસ્ક્યુ કરીને સાત માછીમારોને બચાવવામાં આવ્યા હતા. પોરબંદર નજીક અરબી સમુદ્રમાં કળશ રાજ નામની ફીશીંગ બોટમાં મધદરિયે અચાનક આગ લાગવાની ઘટનાથી માછીમારો ગભરાય ગયા હતા. ત્યારે આરુષ જહાજે રેસ્ક્યુ કરીને તમામ માછીમારોને બચાવી લીધા હતા. અમુક માછીમારો દાઝી ગયા હતા. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ આગ ઇંધણ લિકેજ થવાને કારણે લાગી હતી. ભારતીય તટરક્ષક દળનું જહાજ આરુષ આંતરરાષ્ટ્રીય જળસીમાની નજીક પેટ્રોલીંગ કરી રહ્યું હતું ત્યારે આ જળક્ષેત્રમાં આગ લાગેલી હોડી કળશ રાજમાં ફસાયેલા 7 માછીમારોને આ વિસ્તારમાં આવેલી અન્ય હોડીઓ સાથે સંકલન કરીને તમામને બચાવી લીધા હતા. આ સાથે તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેવટે પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી.


Related News

Loading...
Advertisement
Advertisement