ભરૂચ: નર્મદા નદીમાં પડતું મૂકી મોત વ્હાલું કરવા પહોંચેલી પરિણીતાને બચાવાઇ

09 November 2021 08:02 PM
Vadodara Gujarat
  • ભરૂચ: નર્મદા નદીમાં પડતું મૂકી મોત વ્હાલું કરવા પહોંચેલી પરિણીતાને બચાવાઇ

પ્રજાજન, પોલીસ અને ધારાસભ્યના સંયુક્ત પ્રયાસથી એક જિંદગી બચી ગઈ

ભરુચ:
ભરૂચ ખાતે નર્મદા નદીમાં પડતું મૂકી આપઘાત કરવા પહોંચેલી પરિણીતાને બચાવી લેવાઈ હતી. એક પ્રજાજન, પોલીસ અને ધારાસભ્યના સંયુક્ત પ્રયાસથી એક જિંદગી બચી ગઈ હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ અંકલેશ્વરની પરિણીતા ભરૂચના નર્મદામૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કરે તે પેહલા જ એક રાહદારીએ તેને અટકાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ત્યાંના સ્થાનિક મુનાફ પઠાણ નામના વ્યક્તિએ આ વિસ્તારના ધારાસભ્ય દુષ્યંત પટેલને જાણ કરી દીધી હતી. જેથી ધારાસભ્યએ તુરંત સી. ડિવિઝન પોલીસને કોલ કરી ઘટનાથી વાકેફ કરી તુરંત સ્થળ પર પહોંચવા સૂચન કર્યું હતું. જેથી પીસીઆર વાનમાં પોલીસ કાફલો બ્રિજ પર દોડી આવ્યો હતો. પરિણીતાને સમજાવી તેનો જીવ બચાવી લઈ પીસીઆર વાનમાં પરિણીતાને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાય હતી. જીવનથી કંટાળેલી આ પરિણીતાને મહિલા પોલીસના સ્ટાફે જીવનનું મહત્વ સમજાવ્યું હતું. જેથી તેણીએ ઘરે પરત ફરવાનું કહ્યુ હતું. આમ પ્રથમ સ્થાનિક રહીશો, બાદમાં ધારાસભ્ય અને પોલીસની સતર્કતાના કારણે સ્યુસાઇડ પોઇન્ટ બનેલા નર્મદા મૈયા પુલ પર વધુ એક આત્મહત્યાનો બનાવ બનતા અટકી ગયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement