સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની આગળ ખારાશ વધતા કૃષિ ક્ષેત્રને માઠી અસર

10 November 2021 12:50 PM
Vadodara Gujarat
  • સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની આગળ ખારાશ વધતા કૃષિ ક્ષેત્રને માઠી અસર

કિનારે ઔદ્યોગિકરણ, વધુ વસ્તીને પગલે ભુગર્ભ જળનો ઉપયોગ પણ વધી ગયો : અભ્યાસ

વડોદરા,તા. 10
દેશભરમાં ગુજરાતને સૌથી લાંબો દરિયાકિનારો મળ્યઓ છે જેને કારણે રાજ્યનાં વિકાસને પણ બમણો વેગ મળ્યો છે. લાંબા દરિયાકાંઠાને કારણે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ પુરપાટ ગતિએ દોડે છે તેમજ પ્રવાસન ક્ષેત્ર પણ વિકસે છે. જો કે, ઔદ્યોગિકીકરણ તેમજ વધુ લોકો દરિયાકાંઠે વસતા પરિણામે રાજ્યમાં દરિયા કિનારે ખારાશમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. જેને પગલે અનેક રીતે નુકસાન પણ થઇ રહ્યું છે.

તાજેતરમાં એક પુસ્તક રિવિઝીટીંગ ઇકોલોજી ઓફ ધ ગુજરાત કોસ્ટ : છેલ્લા બે દાયકાનાં થયેલા ફેરફાર મુજબ ગુજરાત ઇકોલોજી સોસાયટીએ એ બાબત જાણવાનો પ્રયાસ કર્યો હતો કે છેલ્લા 23 વર્ષનાં સમયગાળાનાં દરિયાકાંઠાનાં કેટલો તેમજ કેવો ફેરફાર નોંધાયો છે. દરિયાકાંઠે વસ્તી વધી : આ ફઅભ્યાસમાં જાણવા મળ્યા મુજબ દરિયાકાંઠે વસતા લોકોનું પ્રમાણ દિવસે-દિવસે વધી ર હ્યું છે તેમજ દિકરા-દીકરીનાં જન્મનું પ્રમાણ પણ વિખેરાઇ ગયું છે. લિંગભેદની સમસ્યા વધી ગઇ છે.

કૃષિક્ષેત્ર પર જોખમ : બીજી ખુબ મહત્વની બાબત એ છે કે, દરિયાકાંઠાની ખારાશ વધવાને કારણે કૃષિક્ષેત્રની ખારાશ વધવાને કારણે કૃષિક્ષેત્ર પર તેની ખુબ માઠી અસર થઇ છે. દરિયાકાંઠે વસતા લોકો કે જેઓ પોતાનાં જીવનનિર્વાહ માટે ખેતી પર જ આધાર રાખે છે. તેઓમાં 19.63 ટકાનો ઘટાડો નોંધાયો છે. કિનારે ઉદ્યોગોની સંખ્યા વધવાનાં કારણે પણ ખેતીને ખુબ નુકસાન થયું છે.

ભુગર્ભ જળનો ઉપયોગ વધ્યો : દરિયાકિનારે મજુરી કામની શોધમાં વધુ લોકોનાં વસવાટને પગલે સિંચાઈ, ઘરેલુ ઉપયોગ માટે ભૂગર્ભનો વધુ પડતો ઉપયોગ થાય છે. લોકોની સંખ્યા વધતા પાણીની જરુરિયાત પણ વધી છે ત્યારે ટ્યુબવેલ ખોદકામ વધતા પાણીનું સ્તર નીચે જતું રહ્યું છે. મહત્વનું છે કે 1991 થી 2012ની વચ્ચે રાજ્યની એકંદર વસ્તીમાં 23 ટકાનો વધારો થયો હતો જ્યારે દરિયાકાંઠાનાં વિસ્તારોમાં વસ્તીમાં 38 ટકાનો વધારો થયો છે. આ સમયગાળાનાં દરિયાકિનારાનાં 74 નાના ગામડાઓ શહેર બન્યાં છે. અને વિકસ્યાં છે. જો કે, વસ્તી વધતાં જાતિય અસમાનતાનું પ્રમાણ પણ વધી ગયું છે.

ખારાશ વધતા રોગ પણ વધે છે : નિષ્ણાંતોએ દરિયાની ખારાશ વધવા બાબતે ચિંતા જતાવતા જણાવ્યું છે કે, જેમ-જેમ ખારાશનું પ્રમાણ વધે છે. તેમ-તેમ જો ફલોરાઈડનું પ્રમાણ વધુ હોય તો, કિડનીનાં રોગ તથા ફલોરોસિસ જેવાં રોગોનું જોખમ વધી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement