હવે હવાઈ યાત્રા પણ થઈ શકે છે મોંઘી

12 November 2021 11:29 AM
India Travel
  • હવે હવાઈ યાત્રા પણ થઈ શકે છે મોંઘી

આઠ માસમાં પેટ્રોલિયમ કિંમતમાં 22 ડોલરનો વધારો: કાચા માલમાં 400 ટકાનો ઉછાળો

નવીદિલ્હી, તા.12
એરલાઈન ઈન્ડસ્ટ્રી માટે ફલાઈટ ઓપરેશન મુશ્કેલ બની રહ્યા છે. કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાના જણાવ્યા મુજબ જો ડોમેસ્ટિક એરવાઈનનું તાડું ન વધારાયું તો ભારતમાં વિમાની કંપનીઓ માટે વધુ મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે.

કારણ કે, તેલના ભાવ છેલ્લા 8 મહિનામાં 22 ડોલર પ્રતિ બેરલ વધીને 85 ડોલર થઈ ગયા છે. તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું કે, દેશમાં વિમાની કંપનીઓના કુલ ખર્ચના વિમાનના ઇંધણનો લગભગ 40 ટકા ભાગ છે. ડોમેસ્ટિક યાત્રા આ વર્ષે 12 ઓગસ્ટે મોંઘી થઈ ગઈ છે કે જ્યારે મંત્રાલયે ડોમેસ્ટિક ભાડાની સીમા વધારી દીધી હતી. મંત્રાલયે 40 મિનિટ સુધીની અવધિવાળી યાત્રા માટે નીચલી સીમા 2600 રૂપિયાથી 11.53 ટકા વધારી 2900 કરી દીધા હતા.

જ્યારે આ ફલાઈટ પર ઉપરી સીમાને 12.82 ટકા વધારી 8,900 રૂપિયા કરી દીધા હતા. ઉડ્ડયનમંત્રીએ જણાવ્યું કે છેલ્લા 8 માસમાં તેલની કિંમતમાં ખુબ વધારો ઝીંકાયો છે જેથી વિમાની કંપનીના ખર્ચ ચારગણા વધી ગયા છે જેના પર 11 ટકા ઉત્પાદન શુલ્ક અને રાજ્ય સરકાર દ્વારા એક ટકાથી 30 ટકા વચ્ચે વેટ લગાવવામાં આવે છે. વિમાની મંત્રાલય દ્વારા ભાડું વધારવાનું કારણ એ છે કે કાચા માલના ભાવમાં 400 ટકાના વધારા બાદ કંપનીને અમુક રાહત મળવી જોઈએ.

મહત્વનું છે કે ઉડ્ડયન મંત્રાલય અને રાજ્ય સરકાર પોતાના વેટ ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયાસો કરી રહ્યા છે. છેલ્લા 40 દિવસોમાં જમ્મુ અને કાશ્મીર, અંદમાન અને નિકોબાર, લદાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણાએ એફટીએ પર વેટ 25થી 28 ટકાથી ઘટાડી 1થી 2 ટકા કરી દીધો છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement