કોરોના હળવો થયો તેમ છતાં ભીડને જોઈને લોકો અનુભવે છે ગભરાટ

13 November 2021 11:30 AM
Health India
  • કોરોના હળવો થયો તેમ છતાં ભીડને જોઈને લોકો અનુભવે છે ગભરાટ

લાંબો સમય લોકડાઉનની સાઈડ ઈફેકટ : બ્રિટીશ મનોવૈજ્ઞાનિકોના અનુસાર, આવા લોકો રી-એન્ટ્રી એંગ્ઝાઈટીથી પીડિત થઈ રહ્યા છે

નવીદિલ્હી, તા.13
કોરોના સંક્રમણ હળવું થયા પછી લોકો સામાન્ય જિંદગીમાં પાછા ફરી રહ્યા છે પરંતુ મોટાભાગના લોકોને ભીડવાળી જગ્યાએ જવામાં હજુ પણ ગભરાટ લાગે છે. મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે લાંબો સમય લોકડાઉનમાં રહેવાના કારણે તેઓ કોરોના સાથે જીવવાની રીતોને કારણે ચિંતીત છે. બ્રિટીશ મનોવૈજ્ઞાનિકોએ આ પ્રકારના ગભરાટ અથવા ચિંતાને રિ-એન્ટ્રી એંગ્ઝાઈટી નામ આપ્યું છે.

49 ટકા લોકો ગભરાટથી પીડિત
અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશનનું કહેવું છે કે, મહામારીથી પહેલાની જિંદગીમાં પાછા ફરવાને લઈને લગભગ 49 ટકા લોકો ગભરાટ અનુભવે છે. મોટાભાગના દેશોની સરકારોનું કહેવું છે કે બચાવની પધ્ધતિઓનું પાલન કરતા કરતા હવે લોકો કોરોના સાથે જીવવાનું શીખે.

પેટ દર્દ અને ઉલટી જેવા લક્ષણો મહત્વના
બ્રિટનના એકમનો વૈજ્ઞાનિક નુશા અંજબનું કહેવું છે કે સામાન્ય જિંદગીમાં પુન: પ્રવેશને લઈને થતો ગભરાટ અનેક ખતરનાક પરિણામ લાવી શકે છે. તેના લક્ષણો ઝડપથી શ્વાસ લેવા કે ધબકારા વધી જવા, પેટમાં દર્દ, ઉલટી અને કુદરતી હાજત થવી તે છે. આવી સ્થિતિને હળવાશમાં લેવી હાનિકારક છે.

ગભરાટથી બચવા આટલું કરો
મૂંઝવણ શેર કરો: આપ જ્યારે બહાર નીકળો છો ત્યારે કેવું લાગે છે, શું મૂંઝવણ થાય છે તેના બારામાં આપ્ના પરિવાર કે મિત્રોને જણાવો. આપ્ની અંદર થતા ફેરફારનો શેર કરવામાં શરમ ન અનુભવો, કારણ કે ઘણા બધા લોકો આ મુશ્કેલીનો સામનો કર છે. વ્યાયામ કરો: આ પ્રકારનો ગભરાટ દૂર કરવા માટે વ્યાયામ મહત્વનો છે. તે તનાવને લઈને જવાબદાર એડ રેનાલાઈન અને કોટેસિલ હાર્મોનને નષ્ટ કરે છે.

ડોકટરી મદદ
આ પ્રકારનો ગભરાટ આપ્ને માનસિક રીતે નબળા બનાવી શકે છે. જો આપ એ સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છો તો તુરંત ડોકટરની સલાહ લો. શ્વાસ પર ધ્યાન: ગભરાટને દૂર કરવામાં શ્વસનક્રિયા પણ મદદરૂપ છે, ખરેખર તો જ્યારે આપણે ખરી રીતે શ્વાસ નથી લેતા તો આપણા ફેફસાના સૌથી નીચેના ભાગને ઓક્સિજનયુકત હવા પુરી નથી મળતી, સાથે સાથે શ્ર્વસન પ્રક્રિયાથી ફોકસ પણ વધે છે.Related News

Loading...
Advertisement
Advertisement