ડેલ્ટાના નવા સ્વરૂપ સામે કોવેક્સિન 65 ટકા અસરકારક

13 November 2021 11:35 AM
Health India
  • ડેલ્ટાના નવા સ્વરૂપ સામે કોવેક્સિન 65 ટકા અસરકારક

નવીદિલ્હી, તા.13
કોરોના વાયરસ સામે સ્વદેશી રસી કોવેક્સિન 77.8 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં તે વિશ્વના સૌથી ઝડપતી ફેલાતા ડેલ્ટા વેરિઅન્ટ સામે 65.2 ટકા અસરકારક પણ છે. આ દિવસોમાં ડેલ્ટા વેરિઅન્ટના કારણે યુરોપના દેશોમાં કોરોના ફરી એકવાર કહેર બની પાછો ફર્યો છે.

ભારત બાયોટેકની આ રસી કોઈપણ લક્ષણ વગરના દર્દીઓને 63.6 ટકા સુરક્ષા આપે છે અને કોવિડ-19ના ગંભીર લક્ષણો સામે 93.4 ટકા લોકોના જીવ બચાવવામાં સફળ રહી છે.ભારત બાયોટેકના અધ્યક્ષ કૃષ્ણા એલાએ કહ્યું કે અમારા ઉત્પાદન વિકાસ અને ક્લિનિકલ પરીક્ષણોના આંકડાને દસ સમીક્ષા જર્નલમાં પ્રકાશિત કર્યું છે. જો કોવેક્સિનને દુનિયામાં સૌથી વધુ પ્રકાશિત કોવિડ રસીઓમાંથી એક બનાવે છે.

દેશના 25 સ્થળો પર 25,800 સ્વયંસેવકોનો સમાવેશ આ અભ્યાસમાં કરવામાં આવ્યો છે. કોવિડ 19 રસી માટે આ અત્યાર સુધીની ભારતની સૌથી મોટી ક્લિનિકલ ટ્રાયલ છે. દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મોટાભાગના લોકો ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત થયા હતા. કોવેક્સિન આ પ્રકાર સામે 63.2 ટકા અસરકારક છે. એટલું જ નહીં કોવેક્સિન તમામ પ્રકારના કોરોના સામે 70.8 ટકા અસરકારક છે.


Related News

Loading...
Advertisement
Advertisement