રાજસ્થાનમાં કંગના સામે મહિલા કોંગ્રેસ નેતાઓ દ્વારા પોલીસ ફરિયાદોની વણઝાર

13 November 2021 12:08 PM
Entertainment India Politics Woman
  • રાજસ્થાનમાં કંગના સામે મહિલા કોંગ્રેસ નેતાઓ દ્વારા પોલીસ ફરિયાદોની વણઝાર

* કંગનાનો પદ્મશ્રી પરત લઈ, દેશદ્રોહનો ગુનો દાખલ કરવા માંગ

* કંગના દેશમાં પુરી આઝાદીથી ફરી રહી છે તે સ્વતંત્ર સેનાનીઓની દેન

ઉદયપુર (રાજસ્થાન), તા.13
બોલિવૂડ એકટ્રેસ કંગનાએ તાજેતરમાં દેશને 1947માં આઝાદી ભીખમાં મળી હતી, ખરી આઝાદી તો 2014માં મળી હતી તેવું નિવેદન કરતાં તેના દેશમાં તીવ્ર પડઘા પડયા છે ત્યારે રાજસ્થાનમાં ઉદયપુર સહિત બધા જિલ્લાઓમાં મહિલા કોંગ્રેસ દ્વારા કંગના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ છે અને તેની સામે દેશદ્રોહનો કેસ કરવા અને અપાયેલું પદ્મશ્રી સન્માન પાછું ખેંચી લેવામાં આવે તેવી માગણી થઈ છે.

કંગના પર વાર કરતાં મહિલા કોંગ્રેસની પ્રદેશ અધ્યક્ષ રેહાના રિયાઝે કટાક્ષ કર્યો હતો કે ભીખમાં આઝાદી નહીં પણ વીર સાવરકરને માફી મળી હતી. રેહાનાએ એવો પણ કટાક્ષ કર્યો હતો કે ભીખમાં જ કંગનાને પદ્મશ્રી મળ્યો છે. કંગનાના નિવેદનથી દેશવાસીઓને આઘાત લાગ્યો છે. દેશને આઝાદી લાંબા સંઘર્ષ બાદ મળી છે. ઉદયપુરમાં દેહાત કોંગ્રેસની જિલ્લા અધ્યક્ષ સીમા ચોરડિયાએ સુખેર પોલીસ સ્ટેશનમાં કંગના સામે ફરિયાદ નોંધાવી છે.

સીમાએ જણાવ્યું હતું કે, કંગના દેશમાં આઝાદીથી ફરી રહી છે, તે સ્વતંત્રતા સેનાનીઓની દેન છે. તો ચિતોડગઢ જિલ્લા અધ્યક્ષ નીતુ કંવર ભાટીએ કંગના સામે કેસ નોંધાવ્યો છે. આ સિવાય મહિલા કોંગ્રેસી નેતાઓ દ્વારા રાજસ્થાનમાં કંગના સામે ઢગલાબંધ ફરિયાદો નોંધાઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement