સાવધાની રાખો તો ડાયાબિટીસથી મેળવી શકાય છે છૂટકારો

13 November 2021 03:04 PM
Health
  • સાવધાની રાખો તો ડાયાબિટીસથી મેળવી શકાય છે છૂટકારો

* રેડ એલર્ટ: આગામી 25 વર્ષમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 13 કરોડ, 40 લાખ

* હાલ ભારતમાં 7 કરોડ 70 લાખ લોકો ડાયાબિટીસથી પીડિત છે: પાછલા કેટલાક વર્ષોથી ડાયાબિટીસ રિવર્સલ ચર્ચાનો વિષય બન્યો છે, ડાયાબિટીસને પુરી રીતે નિર્મૂલન કરવાનો દાવો માત્ર કરવામાં આવી રહ્યો છે

દેશમાં ડાયાબિટીસની બિમારીથી જોડાયેલા આંકડા ચિંતાજનક છે. આઈડીએફ ડાયાબિટીસ એટલસને અનુસાર ભારતમાં 7 કરોડ, 70 લાખ ડાયાબિટીસના દર્દીઓ છે. અનુમાન છે કે આવતા 25 વર્ષોમાં આ આંક વધીને 13 કરોડ 40 લાખથી વધારે થઈ જશે. ડાયાબિટીસનો લાઈલાજ થયો તેને વધારે ગંભીર બનાવી દે છે. વિતેલા વર્ષોથી ‘ડાયાબિટીસ રિવર્સલ’ શબ્દાવલી ચિકિત્સાની જગતમાં ચર્ચા છે. તેને સાંભળીને લાગે છે કે ડાયાબિટીસને પુરી રીતે ઠીક કરી શકાય છે, પરંતુ તે સંબંધી કેટલીક વાતોને સમજવી જરૂરી છે.

ડાયાબિટીસ શું છે ?
ડાયાબિટીસ તે સ્થિતિને કરે છે, જ્યારે અગ્નાશ્ય પર્યાપ્ત માત્રામાં ઈન્સુલીનનું નિર્માણ કરતું નથી અથવા ઈન્સુલીનનું નિર્માણ તો થાય છે પરંતુ શરીર તેને સારી રીતે ગ્રહણ કરી શકતું નથી તેથી લોહીમાં સ્યુગરનું સ્તર અસામાન્ય થઈ જાય છે. ઈન્સુલીન હાર્મોન જ સુગરના સ્તરને નિયંત્રિત રાખે છે. ડાયાબિટીસ આ પ્રકારના હોય છે.
ટાઈપ-1: ડાયાબિટીસમાં અગ્નાશ્ય ઈન્સુલીન બિલકુલ બનાવતું નથી કે ઓછી માત્રામાં બનાવે છે એવામાં ઈન્સુલીનના ઈન્જેકશન લેવા પડે છે. બાળકોમાં આવું અધિક થાય છે.

ટાઈપ-2: ડાયાબિટીસમાં અગ્નાશ્ય ઈન્સુલીન તો બનાવે છે પરંતુ શરીર સાર રીતે ચાલતું નથી. ઈન્સુલીન સારી રીતે કેમ તે માટે દવાઓ આપવામાં આવે. એક પ્રિ-ડાયાબિટીસ સ્થિતિ પર છે તે ટાઈપ-2 ડાયાબિટીસ હોવા પહેલાની સ્થિતિ છે.

બીજા અંગો પર પણ પડે છે ગંભીર અસર
અનિયંત્રિત ડાયાબિટીસની અસર બીજા અંગો પર પણ પડે છે. એટલા માટે તેને મેટાબોલિક સિંડ્રોમ કહેવામાં આવે છે. લાંબા સમયસુધી સુગરનું અનિયંત્રીત રહેલું હૃદયના અંગોનો ખતરો વધારી દે છે. ખાસ કરીને સાયલન્ટ હાર્ટ એટેકની આશંકા વધે છે. હૃદયની તંત્રિકાઓ ક્ષતિગ્રસ્ત થવા લાગે છે અને આંખોમાં પણ અસર પડે છે. ફૂલ દૃષ્ટિહીનતાના પગલાઓમાં 2.06 ટકા ડાયાબિટીસથી હોય છે. સુગરનું વધવું પગની તંત્રિકાઓ પર પણ બુરી અસર નાખે છે. પગોમાં રકતનો પ્રવાહ ઓછો થવાથી પગોમાં દર્દ, સોજો કે અલ્સરનો ખતરો વધે છે.

ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિતોમાં ડાયાબિટીક નેફ્રોપેથીની આશંકા 40 ટકા સુધી અને ટાઈપ-2માં 20-30 ટકા સુધી વધી જાય છે. તેના કારણે ડાયાબિટીસની પ્રત્યારોપણની જરૂરત પડી શકે છે. ડાયાબિટીસના રોગીઓમાં તત્વચા સંક્રમણ થતા વધારે હોય છે. મગજ પર તેની અસર અલ્જાઈમર અને ડિમેશિયાના રૂપમાં જોઈ શકાય.

ટાઈપ-2માં હોય છે ડાયાબિટીસ રિવર્સલ
ડાયાબિટીસ રિવર્સલ તે સ્થિતિને કહે છે, જ્યારે દર્દીનું સુગર લેવલ સામાન્ય રેન્જમાં હોય અને તેને દવાઓ લેવાની જરૂર ન પડે પરંતુ એવામાં શરીરમાં ડિજીજ મેકેનિજમ અને પેથોલોજી બની રહે છે. કોઈપણ બિમારી માટે ‘કયોર’ શબ્દાવલી ત્યારે વપરાય છે કે જ્યારે તે ફરી વખત ન થાય પરંતુ ડાયાબિટીસ રિવર્સલમાં ફરીથી થવાના સંયોગો બની રહે છે.

ડાયાબિટીસ રિવર્સલ, ટાઈપ-2 ડાયાબિટીસમાં હોય છે. ટાઈપ-1 ડાયાબિટીસમાં દર્દી ઈન્સુલીન પર નિર્ભર હોય છે. ટાઈપ-1માં તેની અસર 6થી 9 મહિનાની છે તે દરમિયાન ઈન્સુલીનની જરૂરત કાં તો બિલકુલ હોતી નથી અથવા તો થોડી હોય છે. ટાઈપ-2 ડાયાબિટીસમાં ડાયાબિટીસ રિવર્સલ લાંબુ ચાલે છે. ડાયાબિટીસ પછી જેટલી જલ્દી તેના રિવર્સલની કોશિષ થાય છે પરિણામે તેટલું સુંદર આવે છે તેમાં ચાર ચીજો પ્રમુખ છે. ઉચિત ખાનપાન, સ્વાસ્થ્ય જીવનશૈલી, સામાન્ય ભાર બનાવી રાખવો તથા નિયમિત વ્યાયામ કરવો. ડાયાબિટીસ રિવર્સલ ત્યારે જ થઈ શકે છે જ્યારે દર્દી ડોકટરની દેખરેખમાં આ ચારેય ચીજો પર કામ કરે છે.

તો ફરી વખત થઈ શકે છે ડાયાબિટીસ
ડાયાબિટીસ રિવર્સલના કેટલાક સમય બાદ અનેક લોકો ડાયાબિટીસના શિકાર બને છે. ડોકટર એબીસીડી માનદંડને અનુસાર નિર્ધારિત કરે છે કે આ લોકોને ફરી ડાયાબિટીસની આશંકા અધિક થઈ શકે છે.

એ-એજ: જેમને ઘણી નાની ઉંમરમાં જેમ કે 20-22 વર્ષમાં ડાયાબિટીસ અને પછી ડાયાબિટીસ રિવર્સલ થઈ જાય તો તેનામાં ફરી ખતરો ઉભો છે. એવું આનુવંશિક કારણથી પણ હોય છે બીજું, યુવા હોવાથી તેનું જીવન વધારે છે એવામાં 40 પછી ફરીથી તેનો ભય વધી જાય છે.

બી-બીએમઆઈ અધિક: જાડાપણું અને બીજીવાર ડાયાબિટીસની લપેટમાં આવવાનો ખતરો સાથે સીધો સંબંધ છે.

સી.સી. પેપ્ટાઈટ લેવલ: આ હાર્મોનનું સ્તર જેટલું વધારે હોય છે. અગ્નાશ્ય તેટલી બહેતરથી કામ કરે છે. જેનું અગ્નાશ્ય પહેલેથી જ ક્ષતિગ્રસ્ત છે, તેમાં ડાયાબિટીક રિવર્સલ લાંબા સમય સુધી રહેતું નથી.

ડી-ડયુરેશન: જે લોકો ડાયાબિટીસ રિવર્સલના પ્રયાસ અથવા બેરિએટ્રિક સર્જરી જેટલી મોડી કરાવે છે, એનામાં તેની ફરીથી થવાની આશંકા તેટલી જ વધી જાય છે.
ખતરો વધી શકે છે

બીએમઆઈ અધિક હોવું: બીએમઆઈ વધારે હોવાથી સ્થૂળતા ધરાવતા લોકોમાં અગ્નાશ્ય ઈન્સુલીન નિર્મિત તો કરે છે, પરંતુ પર્યાપ્ત માત્રામાં નહીં. જેમ કે શરીર 60 કિલોના હિસાબથી ઈન્સુલીન નિર્મિત કરી રહ્યું છે પરંતુ શરીરનું વજન 120 કિલો છે એવા લોકોમાં ઈન્સુલીનની અતિરિકત માત્રામાં આપવાની જરૂરત ઉભી થાય છે.ઈન્સુલીનનો ટાર્ગેટ ઓર્ગન સુધી ન પહોંચી શકવું: વજન વધવાથી શરીરના અંગો પર સાની પરત જામી જાય છે. એવામાં પર્યાપ્ત માત્રામાં ઈન્સુલીનનું નિર્માણ હોવા છતાંય શરીર ઢંગથી સ્વીકારતું નથી.

દવાઓની અસર ઓછી થવી: શરીરમાં દવાઓને પ્રેરિત રેજિસ્ટેંસ પણ વિકસીત થાય છે ત્યારે ડોકટર તેને કાબુમાં રાખવા માટે દવાઓ બદલતા રહે છે.અગ્નાશ્ય ક્ષતિગ્રસ્ત થઈ જવું: સમયની સાથે અગ્નાશ્ય ક્ષતિગ્રસ્ત થવાના કારણે સુગર ઉપર-નીચે થતું રહે છે.

બૈરિઓટ્રિક સર્જરી કેટલી કામયાબ છે ?
સ્વસ્થ વજનને બનાવી રાખવા લોહીમાં સુગરના સ્તરને નિયંત્રીત રાખવામાં સૌથી પ્રમુખ ભૂમિકા નિભાવે છે. જે લોકોનું વજન અત્યાધિક (જાડાપણું) છે તેમાં મેટાબોલિક સર્જરી જાડાપણું ઓછું કરવા અને ડાયાબિટીસ રિવર્સલમાં અતિ કારગર છે. આ લેપ્રોસ્કોપિક ટેકનીકથી હોય છે જેથી સાઈડ ઈફેકટની સંભાવના ઘણી ઓછી હોય છે.

બૈરિએટ્રિક સર્જરીમાં અગ્નાશ્ય અને નાના આંતરડાની સ્થિતિ તથા આકાર બદલાવી દેવામાં આવે છે જેથી શરીર ઓછી માત્રામાં કેલેરી ગ્રહણ કરે છે અને મેટાબોલિઝમ બહેતર બને છે. આ સર્જરી દ્વારા પેટના ભાગ, જેને ફંડસ કહે છે તેને કાઢી નાખવામાં આવે છે જે મુખ્ય રૂપથી ધ્રેલિન (હંગર હાર્મોન) સાબીત કરે છે. જાડા લોકોમાં તેનો સ્ત્રાવ વધારે હોય છે.

આ સર્જરી કરાવ્યા બાદ 75થી 80 ટકા દર્દીઓમાં સુગરનું સ્તર બિલકુલ નિયંત્રણમાં આવી જાય છે. દવાની જરૂર પડતી નથી. 20 કે 25 ટકા થોડી માત્રામાં દવાઓ લેવાની જરૂરત પડે છે. 20થી 30 ટકા દર્દીઓમાં સર્જરી કરાવ્યા પછી 4-5 વર્ષમાં ફરીથી ડાયાબિટીસ થઈ જાય છે. વિશેષજ્ઞ એ પણ માને છે કે બીજી વાર થનારું ડાયાબિટીસ એટલું ગંભીર નથી, સર્જરી તેના માટે કરાવવું ફાયદાકારક છે જેનો બીએમઆઈ 32.5 છે અને સાથે તેનો ટાઈપ-2 ડાયાબિટીસ કે કોઈ અન્ય અંગ છે જેનો બીએમઆઈ 35 કે તેનાથી વધુ છે.

કોવિડ-19 અને ડાયાબિટીસ
શર્કરા કોઈપણ વાયરસને વિકસીત કરવા માટે એક સંબંધ માધ્યમ (કલ્સર મીડિયમ) છે. ધી લેસેન્ટમાં પ્રકાશિત રિપોર્ટને અનુસાર ડાયાબિટીસ રોગીઓમાં ન માત્ર કોવિડની લપેટમાં આવવાની આશંકા વધારે હોય છે પરંતુ જીવ જવાનો ખતરો પણ સામાન્ય લોકોની તુલનામાં ત્રણગણો અધિક હોય છે. પરિવાર અને સ્વાસ્થ્ય મંત્રાલયને અનુસાર ઈન્ટિગ્રેટેડ ડિસીસ સર્વિલન્સ પ્રોગ્રામના આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારાઓમાં 57 ટકાને કોઈ કોર્મોબિડીટી અથવા બીજી બિમારીઓ હતી તેમાં ડાયાબિટીસના કેસ વધુ હતા.

અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના રિપોર્ટ મુજબ કોવિડ પ્રેરિત ડાયાબિટીસ જેને કોવિ-ડાયાબિટીસ પણ કહેવામાં આવી રહ્યું છે જેના કેસ તેજીથી સામે આવી રહ્યા છે એવા ઘણા દર્દીઓ છે જેને કોવિડ-19ના સંક્રમણ પૂર્વે ડાયાબિટીસ હતું. આ બિમારીનો કોઈ પારિવારિક ઈતિહાસ હતો પરંતુ ઠીકથયાના ત્રણ-ચાર મહિના પછી તેઓ ડાયાબિટીસના શિકાર થઈ ગયા. કોવિડ પ્રેરિત ડાયાબિટીસ એક સામે આવ્યું છે જેના પર સંશોધન ચાલી રહ્યું છે.

કેવા ઉપાયો અજમાવી શકાય ?
નિયત સમય પર દવાઓ લેવાથી જ્યારે લોહીમાં શર્કરાનું સ્તર લાંબા સમય સુધી કાબુમાં રહે છે તો તેને ડાયાબિટીસ મેનેજમેન્ટ કહે છે. જ્યારે દવાઓ વિના સુગર ઠીક રહે છે તો તેને ડાયાબિટીસ રિવર્સલ કહે છે.
ડાયાબિટીસનું બહેતર પ્રબંધન જ ડાયાબિટીસ રિવર્સલ છે. સારા ઉપાયો માટેની માહિતી પ્રસ્તુત છે.

* નિયત સમય પર સુઈ જવું, જાગવું અને ભોજન કરવું.
* દ્રાક્ષ, અનાનસ, ચીકુ, કેળા, સફરજન, મોસંબી, જામફળ, નાશપતિ, દાડમ તથા પપૈયું ખાવાનું રાખવું જોઈએ.
* સીઝનની શાકભાજી, અનાજ અને દાળને ડાઈટમાં સામેલ કરો. બટેટા, માંસ, ભાત, પ્રોસેસ્ડ ફૂડઝ ન ખાવા.
* ખાંડ તથા કૃત્રિમ સ્વિટનસ ઓછું ખાઓ.
* તમાકુ અને શરાબનું સેવન ન કરવું
* 6થી 8 કલાકની નિદ્રા લેવી.
* પોતાનું વજન જાળવી રાખવું
* વિચારો ન કરવા, માનસિક શાંતિ માટે ધ્યાન કરવું.
* અઠવાડિયામાં 30 મિનિટ વ્યાયામ કરવો.


Related News

Loading...
Advertisement
Advertisement