ગર્ભપાત રોકવાની દવાથી કેન્સરનું જોખમ વધુ

15 November 2021 03:13 PM
Health India Woman World
  • ગર્ભપાત રોકવાની દવાથી કેન્સરનું જોખમ વધુ

ગર્ભાવસ્થા દરમિયાન દવા લેનાર મહિલાઓમાં બાળકોમાં કેન્સરની સંભાવના બેગણી

વોશિંગ્ટન, તા.15
ગર્ભપાત રોકવા માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓમાં વપરાશથી બાળકોમાં કેન્સરનું જોખમ વધી જાય છે. એક અભ્યાસમાં આ બાબત સામે આવી છે. અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ દવા-17 ઓએચપીસીના ઉપયોગથી દુષ્પ્રભાવમાં બે ગણો વધારો થઈ શકે છે. આ એક સિન્થેટિક પ્રોજેસ્ટોમી છે જેનો ઉપયોગ 1950 અને 60ના દાયકામાં કરવામાં આવતો હતો અને આજે પણ સમયથી પહેલાં જન્મને રોકવા માટે મદદરૂપ થવા આ દવા મહિલાઓને આપવામાં આવે છે.

પ્રોજેસ્ટેરોન ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભને વધવામાં મદદરૂપ થાય છે. નિષ્ણાતો મુજબ ગર્ભાવસ્થા દરમિયાન આ દવા લેનાર મહિલાઓના બાળકોની તુલનામાં કેન્સરનો દર બેગણો જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન આ દવા લેવાથી શરૂઆતનો વિકાસ બાધિત થઈ જાય છે જેથી દાયકાઓ બાદ કેન્સરનું જોખમ વધે છે. મહત્વનું છે કે અમેરિકી ખાતે તેમજ ઔષધિ પ્રશાસકોએ પ્રસ્તાવ આપ્યો હતો કે આ દવાને બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવે.

1960ના દાયકામાં જન્મેલા બાળકો પર કરાયેલા અભ્યાસમાં મળ્યું ચોંકાવનારું પરિણામ
આ બાબત માટે સંશોધકોએ 1960ના દશકામાં જન્મેલા બાળકો પર અભ્યાસ કર્યો હતો જેમાં કોલોરેકટલ કેન્સર, થાઈરોઈડ કેન્સર સહિતના કેન્સરમાં વધારો જોવા મળ્યો છે ઉપરાંત 1959થી 1967 વચ્ચે પ્રસવ પૂર્વે મહિલાઓની સંભાળ રાખનાર કેન્સર રજિસ્ટ્રી મુજબ 18,751 લોકો પર અભ્યાસ બાદ 1008 લોકોને કેન્સર થયાનું જાણવા મળ્યું હતું. જેમાંથી 234 લોકો ગર્ભાવસ્થા દરમિયાન આ દવાના સંપર્કમાં આવ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement